GUJARATJETPURRAJKOT

ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના નવનિર્મિત પાંચ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ

તા.૩/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વ્યાજખોરો અને ડ્રગ્સ માફિયાઓને કાબૂમાં લેવા માટે રાજકોટ પોલીસની કામગીરી સરાહનીય

દરેક પોલીસ સ્ટેશનમાં ન્યાયપૂર્ણ વાતાવરણ ઉભુ કરવાની પોલીસકર્મીઓની જવાબદારી

રાજ્ય સરકાર દ્વારા ૧૨ લોકોને ફાંસી, ૮૦થી વધુ લોકોને આજીવન કેદની સજા

રાજ્યના ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે આજરોજ મેટોડા સહિત રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી, સુલતાનપુર અને એઇમ્સ પોલીસ ચોકી ખાતે નવનિર્મિત પાંચ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નવનિર્મિત પાંચ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતી વેળાએ આ પોલીસ સ્ટેશનમાં આવનારા નાગરિક સાથે માનવીય વર્તન થાય, અને નાગરિકોને ન્યાયપૂર્ણ વાતાવરણ મળી રહે તે જોવાની જવાબદારી પોલીસ સ્ટેશનની સંપૂર્ણ ટીમની છે.

તેમણે કહ્યું હતું કે, નવ નિર્મિત પોલીસ સ્ટેશનના કારણે સામાન્ય નાગરિકોને દૂર સુધી જવું નહિ પડે અને વિવિધ વિસ્તારમાં લોકરક્ષાની કામગીરી ઝડપથી થશે. મંત્રીશ્રીએ રાજકોટ પોલીસને અભિનંદન પાઠવતા ઉમેર્યું હતું કે, લોકદરબારનું આયોજન કરીને જનતાને ન્યાય અપાવી વ્યાજખોરો અને ડ્રગ્સ માફિયાઓને કાયદાનું ભાન કરાવ્યું છે. મુખ્યમંત્રીશ્રીના દિશાસૂચન હેઠળ માતાઓના મંગળસૂત્ર ઉપર તરાપ મારેલ વ્યાજખોરોના ત્રાસમાંથી પરિવારોને મુક્ત કરાવ્યા છે. અને ૧૦થી વધારે પરિવારોને તેમના મકાન પરત કરાવ્યા છે, જે બદલ રાજકોટ પોલિસ અભિનંદનના અધિકારી છે.

ગૃહરાજયમંત્રીશ્રીએ શહેર તથા જિલ્લામાં વધુ ને વધુ લોકદરબારનું આયોજન કરવા પોલિસ વિભાગને સૂચન આપતાં જણાવ્યું હતું કે, સ્કૂલ અને કોલેજ પાસે વિદ્યાર્થીનિઓને હેરાન કરતા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં પોલીસ વિભાગ પાછી પાની નહી કરે. મંત્રીશ્રીએ વધુમાં કહયું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ૧૨ લોકોને ફાંસી અને ૮૦થી વધારે લોકોને આજીવન કેદ અને કડક સજા કરવામાં આવી છે.

રાજકોટ રેન્જ આઈ.જી.પી. શ્રી અશોક યાદવે કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં એક સાથે નવા પાંચ પોલીસ સ્ટેશનના લોકાર્પણથી રાજકોટ જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી શકાશે, અને જનતાના સુખ, શાંતિ અને સુરક્ષાના કાર્યો વધુ સુગમતાથી કરી શકાશે લો એન્ડ ઓર્ડરને સુદ્રઢ કરવા રાજ્ય સરકારનો આ પ્રયાસ ફળદાયી રહેશે.

આ પ્રસંગે મંત્રીશ્રી સંઘવીનું ૧૩૦ જેટલા સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટસ દ્વારા ગૃહ રાજયમંત્રીશ્રીનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ પ્રતિનિધિ મંડળો દ્વારા મંત્રીશ્રી સંઘવીનું શાલ અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડે કરી હતી.

આ કાર્યક્રમમાં સંસદસભ્યશ્રી મોહનભાઈ કુંડારીયા, શ્રી રમેશ ધડુક તથા શ્રી રામભાઈ મોકરીયા,ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર, અગ્રણીશ્રી ભરતભાઈ બોઘરા, હાસ્ય કલાકારશ્રી ધીરુભાઈ સરવૈયા, કલેકટરશ્રી પ્રભવ જોશી, રેન્જ આઈ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ, નગરપાલિકા કમિશનરશ્રી ધીમંત વ્યાસ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, ડી.વાય.એસ.પી.સર્વ શ્રી એચ.એસ.રત્નુ, શ્રી કિશોરસિંહ ઝાલા, શ્રી રોહિતસિંહ ડોડીયા, મેટોડા ઇન્ચાર્જ શ્રી કુલદીસિંહ ગોહિલ, મેટોડા જી.આઇ.ડી.સી.ના ઉદ્યોગપતિઓ, સરપંચશ્રીઓ, આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button