ARAVALLIMODASA

અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગમાં STLS ની ભરતીમાં ગેરરીતિ થયાની શંકા જતા અરજદારે RTI થી માહિતી માંગી, સચોટ માહિતી ન મળતા મુખ્યમંત્રીને રજુઆત કરી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગમાં STLS ની ભરતીમાં ગેરરીતિ થયાની ની શંકા જતા અરજદારે RTI થી માહિતી માંગી, સચોટ માહિતી ન મળતા મુખ્યમંત્રીને રજુઆત કરી

અરવલ્લી જીલ્લા આરોગ્ય વિભાગમાં ક્ષય વિભાગમાં સીનીયર ટ્યુબરક્લોસીસ લેબોરેટરી સુપરવાઈઝર(STLS) ની ભરતી ના ઈન્ટરવ્યું તા ૩૦/૦૭/૨૦૨૨ ના રોજ જીલ્લા ક્ષય કેન્દ્ર આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત મોડાસા માં લેવામાં આવેલ હતા.પરંતુ આ ભરતી પ્રક્રિયા અંગે શંકા જણાતા અરજદારે RTI અંતર્ગત જેતે વિભાગમાં માહિતી માંગેલ હતી જે અન્વયે પરંતુ આ બાબતે આજ દિન સુધી કોઈપણ પ્રકારની સચોટ માહિતી ન મળતા અરજદાર ને અસંતોષ જણાયો હતો જેમાં સૌ પ્રથમ જે તે વિભાગમાં માહિતી માંગેલ હતી જેમાં કોઈ પણ પ્રકારની સંતોષ કારક માહિતી આપવામાં આવેલ ન હતી જેમાં જે ભરતી બાબતે શંકા જતા અરજદાર દ્વારા RTIદ્વારા તા ૧૨-૧૦-૨૦૨૨ નાં રોજ માહિતી માગેલ હતી પરંતુ જવાબ સંતોષકારક જવાબ મળેલ ન હતો જે અન્વયે ફરીથી પછી તા ૦૩-૦૧-૨૦૨૩ ના રોજ રૂબરૂ બોલાવેલ પ્રથમ અપીલમાં વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવાઓ ગાંધીનગર ખાતે ગયેલ ત્યાં પણ જવાબ સંતોષકારક જવાબ મળેલ ન હતો જે પછી જીલ્લા વિકાસ અધિકારીમાં RTI દ્વારા તા ૧૧-૦૩-૨૦૨૩ નાં રોજ માહિતી માગેલ હતી પરંતુ જવાબ સંતોષકારક જવાબ મળેલ નથી ત્યારે આ બાબતે જે તે સમયે માગેલી માહિતી આજ દિન સુધી અરજદાર ને સચોટ માહિતી ન મળતા અંતે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી જન સંપર્ક/સ્વાગત નિવારણ કાર્યક્રમ અનુસંધાને પોતાની રજુઆત અનુંસંધાને મુખ્ય મંત્રીને જાણ કરવામાં આવી હતી હવે જોવાનું રહ્યું કે શું આ બાબતે ગુજરાતના મુખ્ય મંત્રી જે તે વિભાગમાં થયેલ ભરતી બાબતે યોગ્ય તપાસ કરવાશે કે નહિ તે હવે જોવાનું રહ્યું

[wptube id="1252022"]
Back to top button