KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર ના આવાસ યોજના ના લાભાર્થીઓને પાકા ઘરમાં ગૃહપ્રવેશ મળતાં સરકારનો આભાર માન્યો.

તારીખ ૧૩ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતેથી રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિવિધ લાભાર્થીઓનો ગૃહપ્રવેશ માટે અમૃત આવાસોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાલોલ શહેરના આવાસ યોજનાના લાભાર્થીઓને પાકા ઘરમાં ગૃહપ્રવેશ મળતાં સરકારનો આભાર માન્યો હતો કાર્યક્રમ અંતર્ગત કાલોલ શહેરના લાભાર્થીઓ સાથે જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ડો.યોગેશ પંડ્યા, કાલોલ શહેર ભાજપના પ્રમુખ ગૌરાંગભાઇ દરજી,કાલોલ નગરપાલિકાના પુર્વ પ્રમુખ કિરીટભાઈ પટેલ અને સૈફાલીબેન ઉપાધ્યાય,પુર્વ નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન યુવરાજસિંહ, પુર્વ નગરપાલિકાના ઉપપ્રમુખ નરેશભાઈ શાહ અને પુર્વ નગરપાલિકાના સભ્યો જોડાઇને કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો.આ અમૃત આવાસોત્સવ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ડો.યોગેશ પંડ્યાએ ગૃહપ્રવેશ મેળવનાર તમામ લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે કોઇ પણ પરિવાર માટે પોતાની માલિકીનું ઘર હોવું એ સપનું હોય છે જે આજે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રયત્નોથી અનેક પરિવારોનું સપનું પૂર્ણ થઇ રહ્યું છે‌. કાર્યક્રમનાં અંતે કાલોલ શહેર ના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ચાવી અર્પણ કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button