ARAVALLIMODASA

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કૉલેજની હૉસ્ટેલમાં પીરસાતા ભોજનમાં જીવાત નિકળતા વિધાર્થીઓનો હોબાળો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કૉલેજ ની હૉસ્ટેલમાં પીરસાતા ભોજનમાં જીવાત નિકળતા વિધાર્થીઓનો હોબાળો

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કૉલેજ ની હૉસ્ટેટલમાં પીરસાતા ભોજનમાં જીવાત નિકળતા વિધાર્થીઓ એ હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં ચોખા, લોટ સહિતના પેકેટિંગ ચીજવસ્તુઓ માં પણ કાળજીના અભાવે જીવાતો જોવા મળી હતી. આ સાથે જ ગુણવત્તા સભર ભોદન નહીં અપાતું હોવાનો વિધાર્થીઓ એ આક્ષેપ કર્યો હતો.

શુક્રવાર 14 એપ્રિલના રોજ મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કૉલેજમાં છાશવારે ભોજનમાં જીવાતો નિકળવાની ઘટનાઓ નિકળવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં થતી વિધાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. વિધાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે, હોસ્ટેલમાં ભોજન કરતા વિધાર્થીઓ એ કહ્યું કે, શરૂઆતમાં ફી ભરી હતી ત્યારે ભોજન સારૂ મળતું હતું, ત્યારબાદ ભોજનની ગુણવત્તા બગડી અને ખાવામાં ઈયડ નિકળી હોવાનું વિધાર્થીઓએ જણાવ્યું હતું. પુરી, શાક, દાળ સહિતના ભોજનમાં ઈયડ નિકળવાનો સિલસિલો જોવા મળ્યો હતો, જેને લઇને રેક્ટરને વાત કરતા કોન્ટ્રાક્ટરે સારૂ ભોજન આપવાની બાંયધરી આપી હોવાનું જણાવ્યું હતું, જોકે શુક્રવારે ફરીથી ખાવામાં ધનેરા નિકળ્યા હતા, જેને લઇને વિધાર્થીઓએ કપાસ કરતા વિવિધ પ્રકારના લોટમાં ધનેરા પડેલા જોવા મળતા આખરે વિધાર્થીઓ એ ભારે હોબાળો મચાવ્યો હતો. વિધાર્થીઓએ એ કહ્યું કે, હવે જમી લો હવે તમે માણૢ બે મહિના માટે જ છો. આવું કહીને વિધાર્થીઓને બહાર ખાવા પર કૉન્ટ્રેક્ટર મજબૂર કરતા હોવાની બૂમો ઉઠવા પામી છે.

વિધાર્થીઓ ના ખાવામાં ઈયડ અને ધનેરા નિકળવાની ઘટનાને લઇને મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો, ત્યારે રોષે ભરાયેલા વિધાર્થીઓ ખાવામાં ગુણવત્તા ન જળવાતા આખરે હોબાળો મચાવ્યો હતો. અનાજ તેમજ ખાધ ચીજવસ્તુઓ ની જાળવણી ન કરાતા ખાધ ચીજવસ્તુઓ માં આ પ્રકારે ધનેરા પડી જતાં હોય છે, જેને લઇને આવું ભોજન જમતા વિધાર્થીઓ ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરાતા હોવાની બૂમો પડવા લાગી છે. કૉન્ટ્રેક્ટર ઓછી મહેનતે વિધાર્થીઓ ને નિમ્ન કક્ષાનું ભોજન પીરસી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કોઈ વિધાર્થી ભોજન કર્યા પછી કંઇ થાય તો તેના માટે જવાબદાર કોણ?, સમયસર ખાધ ચીજવસ્તુઓ ની ચકાસણી કરવાની જવાબદારી કોની? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આવી હોસ્પિટલમાં પણ સમયાંતરે ચકાસણી કરવી જોઈએ ઇને ફૂડના નમૂના લેવા જોઇએ, જેથી વિધાર્થીઓ ને ગુણવત્તા સભરલભોજન મળી શકે.

[wptube id="1252022"]
Back to top button