BANASKANTHAPALANPUR

પાલનપુર સિવિલ હોસ્પિટલ ના તબીબોએ દોઢ વર્ષની બાળકીને ટી.બી અને પાંડુરોગની બિમારીમાંથી ૨૮ દિવસની લાંબી સારવાર બાદ મોતના મુખમાંથી બચાવી

28 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પશુપાલકોની એકમાત્ર સંસ્થા જનરલ હોસ્પિટલ પાલનપુર અત્યંત આધુનિક તબીબી સારવારમાં જિલ્લામાં મોખરે છે. બનાસ મેડીકલ કોલેજના ચેરમેનશ્રી પી.જે.ચૌધરીના જણાવ્યા પ્રમાણે બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે તમામ વિભાગોમાં ઉત્કૃષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે ત્યારે પાલનપુર તાલુકાના બાદરપુરા ખોડલા ગામમાં ભાગીયા તરીકે કામ કરતા શંકરભાઈની દોઢ વર્ષની પુત્રીને થોડાક સમય અગાઉ તાવ શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી જેઓના પરિવારજનો દ્વારા પોતાની દીકરી છાયાબેનને રાજસ્થાનની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. લાંબી સારવારના અંતે છાયાની તબિયતમાં કોઇ જ પ્રકારનો સુધારો ના આવતા દિવસે દિવસે બાળકીની હાલત કફોડી બની રહી હતી ત્યારે સ્નેહીજનોના જણાવ્યા પ્રમાણે ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસ સિવિલ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલમાં ગત રોજ તા. ૩૧ માર્ચ-૨૩ ના ઈમરજન્સી ટ્રોમા સેન્ટર ખાતે દાખલ કરવામાં આવવી હતી. જેમાં બાળકીના અગાઉના તમામ રીપોર્ટ તેમજ તપાસ કરાતા સતત તાવ, ખાંસી, શરદી વજનમાં નહિવત વધારો તેમજ શ્વાસની ગંભીર બિમારીની સાથે દાખલ કરવામાં આવી હતી ત્યારે પરિવારજનોએ બાળકી સ્વસ્થ થવાની સપૂર્ણ આશા ગુમાવી બેઠા હતા.આ સમયે સિવિલના તબીબો દ્વારા બિમારીની ગંભીરતા ધ્યાને રાખી ત્વરિત સારવાર ચાલુ કરવામાં આવી હતી જેમાં લાંબી માંદગીને જોતા બાળકીના લોહીની તપાસ એક્સ-રે, સીટી સ્કેન, ગળફાની તપાસ કરવામાં આવી હતી જેમાં બાળકીને ફેફસાનો ટી.બી. હોવાનું જાણવા મળ્યું હતું અને લોહીમાં હિમોગ્લોબીનની ઉણપ હોવાને લીધે પાંડુરોગની સારવાર પણ કરવામાં આવી હતી. બાળકીને શરૂઆત તબક્કામાં ઓક્સિજનનું લેવલ ઓછું હોવાને લીધે સી-પેપ મશીન રાખી ઓક્સિજન આપવામાં આવ્યું હતું. જેમાં એન્ટીબાયોટિક અને જરૂરી દવાઓ સહિત પોષણક્ષમ અહાર આપવામાં આવ્યો હતો. જોકે દોઢ વર્ષની બાળકીનું વજન માત્ર ૫ કિ.લો. ગ્રામ હોવાને લીધે બાળકી કુપોષણની શિકાર બની ચુકી હતી. જેના લીધે કુપોષણ વિભાગ દ્વારા જરૂરી પોષણ તત્વો મળી રહે તે પ્રકારે અહાર આપવામાં આવ્યો હતો. જેમાં લોહીની જરૂરીયાત જણાતા બોટલો પણ ચડાવવામાં આવી હતી. ફેફસામાં ટી.બી. હોવાનું માલુમ પડતા ટી.બી.ની દવાઓ આપવામાં આવી અને તમામ પ્રકારની તબીબી સારવારના અંતે બાળકીના વજનમાં એકાદ કિ.લો.નો વધારો તેમજ બાળકી સપૂર્ણ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જેમાં સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો.સુનીલ જોષીના માર્ગદર્શન થકી બાળકો વિભાગના ડો અજીતકુમાર શ્રીવાસ્તવ, ડો ભાવિ શાહ, ડો મુકેશ ચૌધરી, તેમજ નર્સિગ સ્ટાફ ખડેપગે હાજર જોવા મળ્યો હતો બાળકીને મોતના મુખમાંથી બચાવનાર ડોક્ટર તેમજ સિવિલ સ્ટાફનો પરિવારજને અભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button