સુરેન્દ્રનગર શહેરમાં લાયન્સ કલબ ઓફ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું હતું.
મેરેથોન દોડમાં જિલ્લા કલેકટર તેમજ સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ રહ્યા ઉપસ્થિત

તા.26/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સ્વચ્છતા પ્રત્યે, મતદાન જાગૃતિ તેમજ કેન્સર જેવા રોગો સામે લોકોમાં અવરનેસ થાય તે માટે કરવામાં આવ્યું આયોજન અંદાજિત 950થી વધુ ભાઈઓ બહેનો આ મેરેથોન રજીસ્ટ્રેશન કરાવીને દોડમાં જોડાયા હતા ત્રણ ભાગમાં યોજાઈ આ દોડ ત્રણ કિલોમીટર, છ કિલમીટર અને નવ કિલોમીટરમાં યોજવામાં આવી હતી આ સ્પર્ધા લાયન્સ ક્લબ રોયલ સુરેન્દ્રનગર દ્વારા ભાઈઓ અને બહેનોમાં પ્રથમ નંબરે આવનારને ઇનામ આપી કરવામાં આવ્યા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં સ્પર્ધામાં ભાગ લેનાર લોકોને પ્રમાણપત્ર આપીને કરવામાં આવ્યા સન્માનીત લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલ દ્વારા સુરેન્દ્રનગર શહેરમાં પ્રથમવાર કેન્સર અવેરનેસ, સ્વચ્છતા અને વોટીંગ અવેરનેસ જેવા સારા કાર્ય માટે મેરેથોન 2024 નું આયોજન કરવામાં આવ્યું હતુ જે આજરોજ એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર ખાતે આજે યોજાઈ હતી કાર્યક્રમમાં જિલ્લા કલેકટર તેમજ નગરપાલિકા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા આ મેરેથોન દોડની હરિફાઈમાં અંદાજિત નવસો પચાસથી વધુ ભાઈ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવીને જોડાયા હતાં લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય મતદાન જાગૃત અભિયાનમાં જોડાયા અને કેન્સર જેવા રોગો સામે જાગૃત થાય અને આ પ્રત્યે બીજા લોકોને પણ જાગૃત કરે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ ભાગ લેનાર ને ટીશર્ટ, કેપ, એનર્જી ડ્રીંક તેમજ પ્રમાણપત્ર આપવામાં આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં પ્રોજેક્ટ ચેરમેન ડૉ ઈરફાન વોરા પ્રોજેક્ટ કો- ચેરમેન લાયન રાજીવ ગોર અને લાયન્સ ક્લબ રોયલ સુરેન્દ્રનગરના પ્રમુખ તેમજ સભ્યો સહિત મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.





