AHAVADANG

ડાંગ: વઘઇ પાસે એસટી બસની અડફેટે મોટરસાયકલ સવાર એકને ઇજા જ્યારે એકનું મોત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઇથી આહવાને જોડતા રાજ્ય ધોરીમાર્ગનાં વઘઇ જંગલ નાકા પાસે આહવા વાંસદા એસટી બસે મોટરસાયકલને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યુ…        પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ નિતેશભાઈ વાળુભાઈ પવાર.મૂળ.રે.ગાઢવી અને હાલમાં રે.કુડકશનાઓ તથા અમિતભાઈ કમલેશભાઈ પવારનાઓ મોટરસાઈકલ ન.જી.જે.30.ઈ.4735 પર સવાર થઈ જઈ રહ્યા હતા.તે વેળાએ વઘઇથી આહવાને જોડતા રાજય ધોરીમાર્ગનાં વઘઇ જંગલ નાકાનાં નર્સરી પાસે આહવા વાંસદા એસટી બસ.ન.જી.જે.18.ઝેડ.5319નાં ચાલકે બસને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દઈ આ મોટરસાયકલ સવારોને અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં મોટરસાયકલ ચાલક નામે નિતેશભાઈ વાળુભાઈ પવારનાં માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેનું મોત નીપજ્યુ હતુ. જ્યારે તેની સાથેનો અન્ય સવાર એવા અમિત કમલેશભાઈ પવાર નાં પગમાં તથા હાથમાં ફેક્ચર થતા પ્રથમ વઘઇ સી.એચ.સીમાં સારવારનાં અર્થે દાખલ કરાયો હતો.આ અકસ્માતનાં બનાવ સંદર્ભે મૃતકનાં પત્ની અંજનાબેન પવારે આહવા વાંસદા એસટી બસનાં ચાલક સામે વઘઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..

[wptube id="1252022"]
Back to top button