
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૭.૭.૨૦૨૩
ઘોઘંબા તાલુકા પાસેના ગામથી એક જાગૃત નાગરીક દ્વારા 181 મહિલા હેલ્પ લાઇનમા કૉલ કરી જણાવેલ કે એક વૃદ્ધ મહિલા રાત્રીના સમયે ગભરાયેલી હાલતમાં છે.તેની મદદ માટે જરૂર છે જેથી અભયમની રેસ્ક્યું ટીમ હાલોલ સ્થળ પર પહોંચી પ્રાથમિક સારવાર અપાવી તેમનાં પરિવાર પાસે સુરક્ષિત સોંપ્યા હતાં.મળતી માહીતી મુજબ ગભરાયેલા અને માનસિક બીમારી થી પીડાતા વૃદ્ધા દિકરા,વહુ ની હેરાનગતિ થી ઘરેથી નીકળી ગયેલા અને અજાણ્યાં વિસ્તાર માં ભૂલા પડ્યા હતા.181 અભયમ મહિલા હેલ્પ લાઇન હાલોલ ના કાઉન્સેલર મધુબેન રાઠવા દ્વારા શાંત્વાના પુર્વક વાતચીત કરી હતી.તેમાં જાણવા મળ્યું હતું કે બે દીકરા વડોદરા માં રહે છે ઘરમાં વહુ નું ટોર્ચર છે અને ક્યારેક વહુ તેમના પર હાથ ઉપાડી લેતા હોવાથી કંટાળી ખેતરમાં કામ કરવા જતાં રહ્યાં હતાં ત્યાંરે ટેન્શનમાં તેમને રસ્તો ભુલી જતા ભુલા પડ્યા હતા. તેમની સાથે વાતચિત કરી ફકત ગામનું નામ મળેલ જેથી ટીમે ઘણી મહેનત કરી તેમનાં પરિવાર ને શોધવામાં સફળતા મળી હતી.વૃદ્ધા ના પતિ બીમાર છે ત્રણ દીકરા અને ત્રણ વહુઓ છે પરતું તેઓ વૃદ્ધ મા બાપ ની કાળજી લેતા નથી.અભયમ ટીમ દ્વારા પરિવાર ને તેમની કાળજી લેવાં અને સાથે રાખવાં ટકોર કરી હતી. વૃદ્ધ માબાપ ની કાળજી લેવાની તમારી કાયદાકિય અને સામાજિક જવાબદારી વિષે સમજ આંપી હતી.પરીવારે હવે પછી કાળજી લેવા ખાત્રી આપી હતી.










