ધ્રાંગધ્રા પાલિકાની લાલ આંખ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક પર બીજી વાર 350 કિલો પ્લાસ્ટીક જપ્ત કરી દંડનાત્મક કાર્યવાહી

તા.18/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સોમવારના રોજ સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકા ટીમ દ્વારા બજારમાં વેપારીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક 350 કિલોથી વધુ સિંગલ યુઝ પ્લાસ્ટિક માવાના કાગળ અને પ્લાસ્ટિકના રોલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તેમ છતાં હજી પણ આ પ્લાસ્ટિકનો બેરોકટોક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક હોવાથી સરકાર દ્વારા તેનો ઉપયોગ કરવા પર દંડનીય કાર્યવાહી કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે ધ્રાંગધ્રાની બજારમાં વેપારીઓ, શાકભાજી વિક્રેતાઓ, પાથરણાવાળા અને લારી ગલ્લાવાળા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો હજી પણ ઉપયોગ કરી રહ્યા છે જેમાં ધ્રાંગધ્રામાં વધી રહેલા સિંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગ પર અંકુશ લાવવા માટે સરકારની ગાઈડ લાઇન મુજબ અને ક્લીન ઇન્ડીયા અંતર્ગત નગરપાલિકા દ્વારા સોમવારના રોજ આ વિશેષ અભિયાન સેનેટરી ઇન્સ્પેકટર જયદિપસિંહ ઝાલા વિક્રમસિંહ વાધેલા નરેન્દ્રસિંહ વાધેલા તેમજ હસુભાઇ ચાવડા દ્વારા ધ્રાંગધ્રા ભાર્ગવી સોસાયટીમાં તેમજ હરજીવન પારેખ શેરીના રહેણાંક મકાનમાંથી સોપારીના પાઉચ બનાવવાના સિંગલ યુઝ પ્લાસ્ટિકના રોલ ઝડપી લઈને પાલિકાની ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ વિશેષ જપ્તી અભિયાન દરમ્યાન લગભગ 350 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકના માવાના કાગળ અને રોલ જપ્ત કરવામાં આવી હોવાનું પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર બે વેપારીઓ પાસેથી દંડનાત્મક વસૂલાત પણ પાલિકાએ કરી હતી.





