GUJARATJETPURRAJKOT

જેતપુર ખાતે ૨૩ ઓગસ્ટે યોજાનારો “તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ” કાર્યક્રમ

તા.૩/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

રાજ્યના નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું ન્યાયિક તેમજ અસરકારક નિવારણ તાલુકા મથકે જ લાવવા યોજાતા “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’’ અન્વયે જેતપુર તાલુકાનો કાર્યક્રમ તા. ૨૩ ઓગસ્ટના રોજ સવારે ૧૧.૦૦ કલાકે મામલતદારશ્રીની કચેરી, જેતપુર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બ્રિજેશ કાલરીયાનાં અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ લેખિત રજૂઆત કરેલ અનિર્ણિત પ્રશ્નો, ગ્રામ, નગરપાલીકા કે તાલુકા કક્ષાને સ્પર્શતા પ્રશ્નો અથવા તે સિવાયના પ્રશ્નોની રજૂઆત હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવાની રહેશે. અત્રે એક જ વિષયને લગતી રજુઆતની અરજી બે નકલમાં આધાર પુરાવા સાથે મામલતદાર કચેરી, જેતપુર ખાતે તા:- ૧૦.૦૮.૨૦૨૩ સુધીમાં રજૂ કરવા જેતપુર શહેર અને ગ્રામ્ય મામલતદારશ્રી ડી.એ ગીનીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button