
વાત્સલ્યમ્ સમાચાર
પરમાર આશિષ-ધ્રાંગધ્રા
રક્તદાન કેમ્પમાં ડોક્ટર,સાધુ સંતો,યુવાનો અને મહિલાઓ કર્યું રક્તદાન


14 જૂન છે આજના દિવસને રક્તદાન ના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રક્તદાન એ મહાદાન છે. ખાસ કરીને થેલેસેમિયાના દર્દીઓ તથા અકસ્માત તેમજ મહિલાઓને ડિલિવરી વખતે રક્તની જરૂર પડતી હોય છે. ત્યારે આજરોજ ધ્રાંગધ્રા ખાતે સ્વ.ભિક્ષાબા ઈન્દ્રવિજયસિંહ જાડેજા મેમરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા રક્તદાન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સહિત સાધુ સંતો આર્યસમાજના આગેવાનો,મુસ્લિમ સમાજના મોલાના,શહેરના ડોક્ટરો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.અને રક્તદાન કરવું તે આપણી ફરજ છે અને તમારા દ્વારા અપાયેલ રક્તનું દાન બીજા લોકોની જીંદગી બચાવી શકે છે. માટે જરૂરીયાત લોકોને મદદરૂપ થવું તે આપણી ફરજ છે. આજે યોજાયેલ કેમ્પમાં સાધુ સંતો, યુવાનો મહિલાઓ એ પણ રક્તનું દાન કર્યું હતું. અંદાજીત 80 થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ તમામ રક્ત થેલેસેમિયા અને પ્રસ્તુતિ કેસ વાળા દર્દીઓ તેમજ અકસ્માતમાં ઘાયલ થતા લોકો માટે જરૂર પડે તેવી રીતે ઉપયોગમાં લેવામાં આવશે
આજે યોજાયેલ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર લોકોનું પ્રમાણપત્ર, તેમજ શિલ્ડ અને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ તકે ઉપસ્થિત સૌ કોઈએ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપનાં કાર્યને આવકારી અભિનંદન પાઠવ્યા હતાં.









