GUJARATJETPURRAJKOT

Rajkot: ઘેલા સોમનાથ મંદિર ખાતે રોપા વિતરણની સાથે મતદાનની અપીલ

તા.૭/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ પ્રયાસો કરી રહ્યું છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી – ૨૦૨૪નો સૌથી મોટો અવસર આવી રહ્યો છે. આગામી તારીખ ૭ મેના રોજ ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટો પર મતદાન થશે. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ૭૨ – વિભાનસભા જસદણ મત વિસ્તારમાં આવેલા પ્રસિધ્ધ ઘેલા સોમનાથ મંદિર ખાતે રોપા વિતરણની સાથે મતદાનની અપીલ અપીલ કરવામાં આવી હતી. આ રોપાઓ ઉપર ચુનાવ કા પર્વ,દેશ કા ગર્વ તથા દેશ માટે દશ મિનીટ જેવા સુત્રો લખવામાં આવ્યા હતા. મંદિરના પુજારીશ્રીએ પણ ઉપસ્થિતોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાન કરવા પ્રેરણા આપી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button