
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ડોન ગામે ખેતરમાં ખેડાણ કરવા બાબતે વૃદ્ધા અને 5 ઈસમો વચ્ચે ઝગડો થતા,5 ઈસમોએ વૃદ્ધા ને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આહવા પોલીસ મથકે ગુનો નોંધાયો…પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ડોન ગામના બુધીબેન પાંડુભાઈ ચૌધરી (ઉ. વ.60 રહે. બોરથડા ફળીયુ ગામ.ડોન તા.આહવા જી.ડાંગ )સોંડાના માળની જમીનમા ટ્રેક્ટરથી ખેડાણ કરાવી રહ્યા હતા ત્યારે (1)બાબુરાવભાઈ મોત્યાભાઈ ગાયકવાડ,(2) અરવિંદભાઈ દગડીયા ભાઈ ગાયકવાડ અને (3) ભાવરાવ ભાઈ સોનજ્યાભાઈ ગાયકવાડ (ત્રણેયરહે. ગામ. ડોન તા.આહવા જી.ડાંગ ) આવી વૃદ્ધાને અને તેમના પુત્રને જાણાવેલ કે આ તમારી જમીન નથી તમે કેમ ખેડાણ કરો છો? તમારા નામ પર જમીન નથી.જે બાદ વૃદ્ધા અને ત્રણેય ઈસમો વચ્ચે બોલાચાલી થતા બુમાબુમ કરી ઝગડો થતા તેમનો અવાજ સાંભળી પાછળથી હીરામનભાઈ બાબુરાવભાઈ ગાયકવાડ અને બાબુરાવભાઈ ચિલ્યાભાઈ ગાયકવાડ (બન્ને રહે. ગામ. ડોન તા.આહવા જી.ડાંગ)નાઓ આવી પહોંચ્યા હતા. અને વૃદ્ધા તથા તેમના પુત્રને અપશબ્દો બોલી ઢિક્કામુક્કીનો માર માર્યો હતો.





