
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લા તાલીમ ટીમ દ્વારા ત્રિદિવસીય યોગની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જિલ્લા તાલીમ ટિમના સિનિયર મેડિકલ ઓફિસર ડો.ચાંડેગ્રાએ જણાવ્યુ હતે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લા તાલીમ ટીમ દ્વારા આરોગ્ય સ્ટાફ કામગીરી પ્રત્યે વધુ સુદ્રઢ બને એ માટે સમયાંતરે વિવિધ તાલીમોનું આયોજન કરવામાં આવે છે. દ્વારકા જિલ્લામાં કાર્યરત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને સંલગ્ન સ્ટાફની આ અંતર્ગત મૂળભૂત કામગીરી અંગેની દસ દિવસીય ઇન્ડક્શન તાલીમ, ઓરલ કેર, આય કેર, ઇએનટી અને ઇમરજન્સી માટેની તાલીમ, વૃદ્ધો અને માનસિક સ્વાસ્થ્ય અંગેની તાલીમ વગેરેનું જિલ્લા તાલીમ ટીમ દ્વારા સુવ્યસ્થિત આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૨ – ૨૩માં અત્યાર સુધી કુલ ૧૦૫ તાલીમો કરવામાં આવી છે. હાલ માં જ ત્રિદિવસીય યોગા ની તાલીમ નું આયોજન કરવામાં આવેલ .જેમાં તમામને યોગા, પ્રાણાયામ વિશે વિસ્તૃત તાલીમ આપવામાં આવેલ. યોગ ટ્રેનર તરીકે લખનભાઈ વારોતરિયા તેમજ પૂજાબેન છૈયાએ ઉત્કૃષ્ટ તાલીમ આપી હતી.