ARAVALLI
ભિલોડા મેઘરજના ધારાસભ્ય એ પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરીની મુલાકાત લીધી

અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ભિલોડા મેઘરજના ધારાસભ્ય એ પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરીની મુલાકાત લીધી

અરવલ્લી જિલ્લાના મેઘરજ – ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય પી સી બરંડા એ પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઇસ્કુલ ઇસરી ખાતે મુલાકાત લીધી હતી જેમાં શાળા પરિવાર તેમજ શાળાની અંદર ચાલતી વિવિધ પ્રવુતિ અંતર્ગત પૂછપરસ કરી હતી અને કોમ્પ્યુટર લેબ તેમજ અટલ ટીકરીંગ લેબ ની મુલાકાત લીધી હતી.વધુમાં શાળાના મંડળ ના સભ્યો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો.જેમા મંડળના પ્રમુખ મોતીભાઈ પટેલ તેમજ મંત્રી શૈલેષભાઈ પટેલ તેમજ મંડળના વિવિધ હોદ્દેદારો ઉપરાંત શાળાના આચાર્ય તેમજ શાળા પરિવારના શિક્ષકો સાથે મુલાકાત કરી શાળાની દેખરેખ અને શાળાની માહિતી મેળવી હતી
[wptube id="1252022"]








