અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : કેનપુરકંપા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવના પટેલ “ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય પુરસ્કાર” થી સન્માનિત
અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાની કેનપુરકંપા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવના પટેલે શિક્ષણ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાસલ કરી છે તાજેતરમાં ડીસાની ગોગાડા પ્રાથમિક શાળામાં શિક્ષણ ક્ષેત્રે ગિજુભાઈ
બધેકાની 125મી જન્મજયંતિ નિમિત્તે કેનકપુરકંપા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવના પટેલને “ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય પુરસ્કાર” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો
મૂછાળી માં ના નામથી શિક્ષણ ક્ષેત્રે વિશ્વપ્રસિદ્ધ ગિજુભાઈ બધેકાની હાલમાં 125 માં જન્મદિવસની ઉજવણી ગુજરાત ભરમાં થઈ રહી છે ત્યારે ટીમ મંથન ગુજરાત અને સ્કૂલ એકેડમી કેરલાના સહયોગથી ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય સન્માન કાર્યક્રમ ડીસા તાલુકાની ગોગાડા ની પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો ભારતના 16 રાજ્યોમાંથી 120 ઇનોવેટિવ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી જેમાં અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાની કેનપુરકંપા પ્રાથમિક શાળામાં છેલ્લા 30 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ભાવનાબેન પટેલ એક બાળકની માતા (મા) તરીકે દરેક બાળકો સાથે શિક્ષણની સાથે અને વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ માટે કામકાજની પધ્ધતિ તેમજ શાળાલક્ષી ઇનોવેટિવ કાર્ય રમતોથી બાળકોમાં શિક્ષણની ભૂખ જગાડવાની પધ્ધતિના પગલે તેમની પસંદગી કરવામાં આવી હતી રાષ્ટ્રીય પારિતોષિક દિનેશભાઈ શ્રીમાળી તેમજ ચંદુભાઈના વરદ હસ્તે શિલ્ડ,પ્રમાણપત્ર, પુસ્તક, પીન અને મેડલ સહીત પાંચ મોમેન્ટથી સન્માનિત કરવામાં આવ્યા હતા








