KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકા હેલ્થ કચેરી ખાતે ટીબી ના દર્દીઓને પોષણયુક્ત રાશનકીટનું વિતરણ કરાયું

તારીખ ૧૭ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ભારત દેશને વર્ષ-૨૦૨૫ સુધી માં ટીબી મુક્ત ભારત બનાવવા આહવાન કરેલ છે ત્યારે પંચમહાલ જિલ્લાને ટીબી મુક્ત જિલ્લો બનાવવા નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ પ્રયત્નશીલ છે ત્યારે આજરોજ કાલોલ તાલુકા હેલ્થ કચેરી ખાતે આરોગ્ય વિભાગ/ટીબી વિભાગ સાથે રહીને ટીબી ના દર્દીઓ ને પોષણયુક્ત રાશનકીટનું વિતરણ કર્યું તથા દર્દીઓ સાથે સરકાર દ્વારા છેવાડાના નાગરિકના આરોગ્યની ચિંતા કરી આયોજન કરવામાં આવેલ છે તે અંગેની ચર્ચા કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર મીનીશ દોશી અને નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષી દ્વારા કરવામાં આવી હતી.
[wptube id="1252022"]