BANASKANTHAKANKREJ

થરા નચિકેતા સંસ્કારધામમાં નચિકેતા બાળ બચતબેંકની શરૂઆત કરાઈ

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે ભાભર રોડ ઉપર આવેલી કાંકરેજ પંથકની વૈચારિક સંસ્થા નચિકેતા સંસ્કારધામ ખાતે આજરોજ તા.૨૦/૧૨/૨૦૨૩ ને બુધવાર ના રોજ બેંક ઓફ બરોડા થરાના મેનેજર અશ્વિનકુમાર પરમાર ના વરદ હસ્તે રીબીન કાપી એડવોકેટ રાજુભાઈ બારોટ, નચિકેતા સંસ્કાર ધામના પ્રમુખ બાબુભાઈ પટેલ,ડિરેક્ટર નટવરભાઈ પટેલ,દીદી હિમાની પ્રજાપતિ,પૂજા રાઠોડની ઉપસ્થિતમાં નચિકેતા બાળ બચત બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ઉપસ્થિત મહેમાનોનું શાલ ઓઢાડી શાળા પરિવારે સન્માન કર્યું હતું.આ બાળબેંક દ્વારા નચિકેતા સંસ્કાર ધામના બાળકોમાં બચત કરવાનો ગુણ વિકસિત થશે અને બાળકો કરકસર ભર્યું જીવન જીવતા શીખસે તેમજ બેંકના વહીવટથી માહિતગાર થશે આવા ઉમદા ઉદ્દેશ સાથે નચિકેતા બાળબેંકની શરૂઆત કરવામાં આવી છે. નચિકેતા બાળબેંકના મેનેજર તરીકે આજ શાળાના શિક્ષક ગોવિંદભાઈ દેસાઈને જ્યારે સહ મેનેજર તરીકે નટવરભાઈ સુથારે જવાબદારી ઉઠાવી છે.આ સમગ્ર આયોજન સફળ બનાવવા નચિકેતા સંસ્કાર ધામના સૌ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.ત્યારે ઉપસ્થિત સૌ મહેમાનોનો નચિકેતા સંસ્કારધામ ના નિયામક હસમુખભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]
Back to top button