વેજલપુર પોલીસે કતલના ઈરાદે બાંધી રાખેલ ચાર ગૌ વંશ બચાવ્યા. બે ક્સાઈ સામે નોંધાઈ ફરીયાદ

તારીખ ૨૭ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ખાતે છેલ્લા બે વર્ષથી ગૌ તસ્કરી અને ગૌ વંશ કતલ નાં ઘણા બધા કેસ પોલીસના ચોપડે નોંધાઈ ચુક્યા છે ગૌ તસ્કરો દ્વારા પોલીસ ઉપર હુમલાના પણ બનાવ ભૂતકાળમાં બનેલ છે ત્યારે વેજલપુર પીએસઆઈ આર આર ગોહીલ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગ માં હતા ત્યારે તેઓને ખાનગી બાતમીદાર તરફથી બાતમી મળી કે વેજલપુર મસજીદે આલમ પાસે રહેતા આસીફ મુસ્તાક ટપ અને સૌકત ઊર્ફે ગોગો અબ્દુલ રહીમ પાડવા નાઓ ભેગા મળીને પોતાના ઘર પાસે આવેલ ઝાડી ઝાંખરામાં કેટલાક ગૌ વંશ ને કતલ કરવાનાં ઈરાદે ક્રુરતા પૂર્વક બાંધી રાખેલ છે અને કતલ કરવાની પેરવીમાં છે જે બાતમી આધારે પોલીસે રેડ કરતા બે સફેદ કલરના બળદ અને લાલ કલરની બે વાછરડી એમ કુલ મળી ચાર ગૌ વંશ ઘાશ ચારો કે પાણી ની સગવડ વગર અત્યંત ક્રુરતા પૂર્વક ટૂંકા દોરડા વડે બાધેલ મળી આવેલ પોલીસે ૪૦,૦૦૦/ ની કિંમતના ગૌ વંશ બચાવી સલામતી પૂર્વક પાજરાપોળ માં મોકલી બન્ને કસાઈ વિરુદ્ધ વેજલપુર પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનિય છે કે શૌકત ઊર્ફે ગોગો અબ્દુલ રહીમ પાડવા સામે અગાઉ પણ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ નો ગુનો નોંધાયેલ છે.










