
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં બોરખડ ગામે લગ્ન પ્રસંગે આવેલ Dj સિસ્ટમમાં આગ ભભૂકી ઉઠી
હાલ લગ્ન પ્રસન્ગો પૂર જોશમાં ચાલી રહ્યા છે અને બીજી બાજુ ગરમીનું પણ પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ મોટાભાગે હાલ લગ્ન સીઝન માં DJ નો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે જેમાં લગ્ન પ્રસન્ગો માં લોકો DJ ના તાલે ઝુમી ઉઠે છે પરંતુ અહીં એક એવી ઘટના બની છે કે તમે જાણી ને ચોકી જશો

મેઘરજ તાલુકા માં બોરખડ ગામે લગ્ન પ્રંસગમાં આવેલ DJ ગાડી માં અચાનક આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી જોકે આગ કયા કારણે લાગી હતી તે જાણી શકાયું ન હતું DJ માં લાગેલી આગ ને આજુબાજુના લોકોએ પાણી તેમજ માટી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આ આગમાં DJ સિસ્ટમ બળી ને ખાખ થઇ ગઈ હતી જોકે સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવ્યો જેના કારણે મોટી જાનહાની ટળી હતી
[wptube id="1252022"]








