
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં જામઘઢ ગ્રામ પંચાયતમાં મનરેગાના અમલીકરણથી ૨૪૦ શ્રમિકો મેળવી રહ્યા છે રોજગારી
ગ્રામપંચાયત દ્વારા ગ્રામ સભાનો ઠરાવ કરી દરખાસ્ત કરી વહીવટી મંજૂરી મેળવી તળાવ ઊંડું કરવાનું કામ શરૂ

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાહેધરી અધિનિયમ – ૨૦૦૫ અંતર્ગત ભારત સરકાર તથા રાજ્ય સરકારે બેરોજગારીથી ઊભી થતી પરિસ્થિતિને અનુલક્ષીને ગામડાના ગરીબોને ઘેરીવળતા બેરોજગારીની અનિશ્ચિતતાના વાદળો વિખેરવામાં આવે અને તેમને વિશ્વાસપૂર્ણ આશ્વાસન આપવામાં આવે તે કપરા સમયમાં સરકાર તમારી પડખે છે. ગ્રામ્ય ગરીબને મુસ્કેલીના સમયમાં પ્રત્યક્ષ રોજગારી મળી રહે તે હેતુસર રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી અધિનિયમ – ૨૦૦૫ થી દરેક ગ્રામ્ય કુટુંબને નાણાકીય વર્ષમાં ૧૦૦ દિવસની સવેતન રોજગારી આપવાની અને સાથો-સાથ નિયત સમયમાં રોજગારી પુરી પાડી ન શકાય તેવા કિસ્સામાં બેરોજગારી ભથ્થું ચુકવવાની જવાબદારી સરકારશ્રી એ સ્વીકારી છે.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાહેધરી અધિનિયમ – ૨૦૦૫ ગુજરાત સરકારે પણ ગામડાના લોકોને રોજગારી આપવાનો પડકાર જીલી લીધો અને “ગુજરાત ગ્રામ્ય રોજગાર બાહેધરી યોજના” નો અમલ ૨ ફેબ્રુઆરી – ૨૦૦૬ થી ૬ જીલ્લામાં શરૂ કરેલ હતો. અને ૦૧ એપ્રિલ – ૨૦૦૮ થી સમગ્ર ગુજરાતને આ યોજના હેઠળ આવરી લીધી છે. કપરી પરિસ્થિતી અને વિપરીત સંજોગો હેઠળ સ્થળાંતર માટે મજબુર થતાં ગરીબોને ગામમાંજ સ્વમાનભેર નાણાકીય વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી આપવાનું વચન આ કાયદા દ્વારા અપાય ચુક્યું છે.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં જામઘઢ ગ્રામ પંચાયત આવેલ છે. આ ગ્રામ પંચાયતની કુલ વસ્તી ૪૧૦૯ છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાહેધરી યોજના હેઠળ ૭૩૯ જોબકાર્ડ આપવામાં આવેલ છે. આ ગ્રામ પંચાયત તાલુકા મથકે થી ૨૫ કી.મી દૂર આવેલું છે અને આ ગામમાં મનરેગા નું અમલીકરણ ગ્રામ જનોની માંગણી અનુસાર કરવામાં આવી રહ્યું છે.
જામઘઢ ગ્રામ પંચાયતની મુલાકાત દરમ્યાન જામઘઢ ગ્રામજનો જણાવ્યા મુજબ જામગઢ ગામે વાલી નંગા નવીન તળાવ ઊંડું કરવાથી ગ્રામજનોને રોજગારી મળશે તેમજ ચોમાસા દરમ્યાન પાણીનો સંગ્રહ થવાથી પાણીના તળ ઊંચા આવશે તેવા દયેય સાથે વાલી નંગા નવીન તળાવ ઊંડું કરવા માટે ગ્રામપંચાયત દ્વારા ગ્રામ સભાનો ઠરાવ કરી દરખાસ્ત કરી વહીવટી મંજૂરી મેળવી તળાવ ઊંડું કરવાનું કામ શરૂ કરેલ જેમાં દરરોજ ૨૪૦ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે.








