ARAVALLIMODASA

100મી મન કી બાત : ભાજપ પ્રદેશ પ્રમુખ અરવલ્લી જીલ્લાના પક્ષના અગ્રણીઓ અને કાર્યકરો સાથે બેસી સાંભળશે 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

100મી મન કી બાત : ભાજપ પ્રદેશ પ્રમુખ અરવલ્લી જીલ્લાના પક્ષના અગ્રણીઓ અને કાર્યકરો સાથે બેસી સાંભળશે

*100મી મન કી બાત 1065 બુથ પર લોકો કાર્યક્રમ નિહાળે તેવું સુચારૂ આયોજન કરવામાં આવ્યું હોવાનું હોવાનું જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું*

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો શો ‘મન કી બાત’ના 100 એપિસોડ પૂરા થઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ અવસર પર મેગા પ્લાન તૈયાર કર્યો છે. તેમાં એક લાખથી વધુ બૂથો પર તેનું લાઈવ પ્રસારણ સંભળાવવાની બીજેપીએ યોજના બનાવી છે. ‘મન કી બાત’ના 100માં એપિસોડના અવસર ભાજપ શાસિત રાજ્યોના સીએમ અને વરિષ્ઠ નેતાઓ પણ સાથે હશે. દરેક લોકસભા મતવિસ્તારમાં 100 જગ્યાએ 100 લોકો ‘મન કી બાત’ સાંભળશે. અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કાર્યકરો સાથે બેસી મનકી બાત સાંભળવા ઉપસ્થિત રહેવાના છે

મોડાસા શહેરના સ્વામિનાયારણ હોલમાં મન કી બાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ હાજર રહેવાના હોવાથી અરવલ્લી જીલ્લા ભાજપ દ્વારા તાડામાર તૈયારીઓ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે જેના ભાગ રૂપે જિલ્લા કમલમ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જિલ્લાના ૧૦૬૫ બુથ ઉપર આ કાર્યક્રમ નિહાળાય અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે લોકો આ કાર્યક્રમનો લાભ લે તે માટે જિલ્લા કમલમમાં કાર્યકર્તા વર્કશોપ પણ કરવામાં આવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button