
તા.૩૧/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, jetpur:જેતપુરમાં જેતપુર પ્રાથમીક શિક્ષક સંઘ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે એક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં તેઓની મુખ્ય માંગ હતી કે, જેતપુરના શિક્ષકોને બીએલઓની પ્રાપ્ત રજા બાબતે અન્યાય થયો છે. રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં કામના દિવસો સામે 2/3 (50%) રજાઓ મંજુર કરેલ છે. પરંતુ જેતપુરમાં તાલુકા પંચાયત એજ્યુકેશન ઓફિસર (TPEO) દ્વારા એકતરફી 1/3 રજાઓ મંજુર કરે છે જે અન્યાય કરતા છે.

અમુક શિક્ષકો/આચાર્યો જે ટીપીઇઓનું અંગત કામ કરતા હોય તેઓના કહેવાથી શિક્ષકોની સર્વિસબુક સાથે ચેડા કરે છે ઉપરાંત આ આચાર્યો જે તે સ્કૂલમાં ફરજ બજાવતા હોય તે સ્કૂલમાં અન્ય શિક્ષકોને આચાર્ય તમારો બાપ છે જેવા ન શોભે તેવા શબ્દો બોલતા હોવા સામે આજે જેતપુર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણા યોજી ટીપીઇઓ પોતે બોલેલા શબ્દો પાછા ખેંચે અને અન્ય તાલુકામાં શિક્ષકોને મળતી રજાઓ જેટલી રજાઓ જેતપુરમાં પણ મંજુર કરે તેવી માંગ કરી હતી.









