હાલોલ:રેકેમ આર.પી જી કંપની દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો,100 ઉપરાંત કર્મચારીઓએ રક્તદાન કર્યું

તા.૧૩.જૂન
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
રેકેમ આર.પી જી કંપની દ્વારા તા.13 જૂન મંગળવાર ના રોજ સવારે 10 વાગ્યા થી સાંજે 4 વાગ્યા સુધી હાલોલ સ્થિત પ્લાન્ટ ખાતે વિશ્વ રક્તદાન દિવસ નિમિતે રક્તદાન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.શહેરની જાણીતી ઇન્દુ બ્લડ બેન્ક ના સહયોગ થી આ કાર્યક્રમ યોજાયોહતો. કાર્યક્રમ માં 100 થી વધારે કર્મચારી મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ને રક્તદાન કર્યું હતું. જેમાં રેકેમ આર.પી.જી કંપની ના અધિકારી રાહુલ જયસ્વાલ, સુધીર બારોટ તથા તાલુકા આરોગ્ય અધિરકારી ડૉ. શરદકુમાર એસ.શર્મા અને ઇન્દુ બ્લડ બેન્કમાંથી તેજલ પટેલ અને તેમની ટીમ હાજર રહ્યા હતા.જ્યારે રક્ત દાન શિબિરનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ ને જીવન પ્રદાન કરવા અને ગામડા ના સગર્ભા મહિલાઓ માં લોહી ની ઉણપ હોય તેવી મહિલાઓ ને મદદ કરવા માટે છે.જ્યારે રેકેમ આર.પી.જી રક્તદાન કરનાર દરેક કર્મચારી નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.










