GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના મેદાપુર ગ્રામ પંચાયતના તલાટી અનિયમીત હોવાથી બદલી કરવા ગ્રામજનો ની માંગ.

તારીખ ૧૩/૧૨/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મેદાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અનિયમીત હોવાથી અલીન્દ્રા, નમરા ફળીયા,જેતપુર,બેટ ફળિયા ના રહીશો દ્વારા કાલોલ તાલુકા પંચાયત ખાતે ગ્રામજનો ની સહી સાથે આવેદન પત્ર આપી જણાવેલ કે છેલ્લા ત્રણ માસથી વીસીઈ ન હોવાથી રેશનકાર્ડ, આવકના દાખલા, વિધવા સહાય માટે લોકોને કાલોલ ધક્કા ખાવા પડે છે તલાટી નિયમિત આવતા ન હોવાથી લોકોને ભાડા ખરચી ને કાલોલ સુઘી જવાની ફરજ પડે છે મેદાપુર થી દુર ના ગામોમા પાણી ની તકલીફ પડી રહી છે પાણીની મોટર બગડી જાય ત્યારે ભારે પરેશાની ભોગવવી પડે છે. સમગ્ર બાબતે તલાટી ની બદલી કરવા અરજી આપી છે.

[wptube id="1252022"]









