GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ચલાલી ગામ નજીકના ગોમાં નદીના પુલનો બીજો પાયો પણ ખખડધજ અને તળિયેથી અધ્ધર લટકતો જોવા મળ્યો.

તારીખ ૧૫/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચલાલી ગામે પુલ પાયાના તળીયેથી ગોમા નદીના પાણીના પ્રવાહમાં વિકાસ ધોવાયો અને ભ્રષ્ટ્રાચાર બહાર આવ્યો એક-બે વર્ષ પેહલા પણ પુલના સેન્ટરના પાયાના તળિયા ધોવાતા પાયા ઊંચકાયા હોઈ તેવા દ્ર્શ્યો જોવા મળ્યા હતા જે ન્યુઝ પેપરોમાં પ્રકાશિત થાય બાદ બહેરા તંત્રની આંખ ખુલી અને પાયાનું સમારકામ કર્યું હતું ચલાલી થી કરોલી અડાદરા તરફ જવાના માર્ગ ઉપર આવતી ગોમા નદી ઉપર વર્ષ ૨૦૧૨ માં લગભગ રૂપિયા ચાર થી પાંચ કરોડના ખર્ચે તૈયાર થયેલા પુલના અંદાજીત નવ,દસ વર્ષના ટૂંકા ગાળામાં પાયાના ભાગેથી કોંક્રિટ ખરી પડતા પાયાના તળીયેથી પાયો અધ્ધર લટકતા જોવા મળ્યા પાયાના તળીયે સળિયા દેખાતા આ પુલની કામગીરી અને ગુણવત્તા સામે વારંવાર સવાલો ઊભા થઈ રહ્યા છે પેહલા જે સ્થતિ સર્જાય હતી તેજ રીતે બીજા પાયાના તળીયાના ભાગે તેજ સ્થતિ જોવા મળી રહી છે ગોમા નદીના પુલ અંગે જવાબદાર તંત્ર દ્વારા પૂર્ણ માપદંડ મુજબ પુલનું એસ્ટીમેન્ટ અને ગુણવત્તાની ચકાસણી કરી તાત્કાલિક અસરથી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે અસરકારક કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે ચલાલી, કરોલી, સુલતાનપુરા,સીમલીયા, અડાદરા બારીયા તરફના અનેક ગામોને જોડતા ગોમાનદી ઉપર કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ પુલને માંડ નવ,દશ વર્ષ થયાં હશે ત્યારે પુલના પાયાના તળીયાના ભાગમાં સિમેન્ટ કોંક્રીટ ખરીને સળિયાઓ બહાર નીકળી જતા અને તળિયેથી પાયો ઉંચકાઈ ગયો હોઈ તેવું સ્પષ્ટ દેખાય રહ્યું છે પુલના અસ્તિત્વ સામે જોખમ ઊભું થતાં કોઈ મોટી હોનારત સર્જાય તેવી શક્યતા વધી ગઈ છે અધિકારીઓની મીલીભગતના પાપે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર દૂર થતો નથી અને તેનો ભોગ નિર્દોષ નાગરિકોને બનવું પડે છે સ્થાનિક તંત્ર અને માર્ગ મકાન વિભાગના અધિકારીએ સ્થળ ઉપર તપાસ કરી ગુણવત્તાની ચકાસણી કરી યોગ્ય કામગીરી કરવામાં આવે,આ જાળી ચામડીના કોન્ટ્રાક્ટરો કરોડો રૂપિયાના ટેન્ડરો પાસ કરાવી કોન્ટ્રાક્ટ મેળવી અધિકારીઓની મીલીભગત થી કરોડો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર કરી કોઈ દિવસ જોવા પણ ફરકતા નથી ચલાલી થી કરોલી જોડતા ગોમા નદીના પુલના પાયાનું સમારકામ સત્વરે કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button