
તા.૧૫ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામે સરકારી ખરાબાની ગામતળ નજીક અંદાજે ૧૦૦૦ ચોરસ મીટર જમીન ઉપર ગામના કેટલાક ઈસમો દ્વારા કાચું-પાકું દબાણ કરવામાં આવ્યું હતું. જમીન મહેસુલ અધિનિયમ અંતર્ગત ઈસમોને ગેરકાયદે દબાણ દૂર કરવા નોટીસ પાઠવવામાં આવી હતી. છતાં પણ આ જમીન ઉપરનું દબાણ હટાવવામાં આવ્યું નહોતું. આથી, રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન પ્રમાણે નાયબ કલેકટરશ્રીની સૂચના મુજબ પડધરી તાલુકા મામલતદારશ્રીના નેજા હેઠળ સર્કલ ઓફિસરશ્રી અને રેવન્યુ તલાટીશ્રીની ઉપસ્થિતિમાં આ જમીન ઉપરનું દબાણ હટાવવાની કામગીરી કરીને જમીનને ખૂલ્લી કરાવવામાં આવી હતી, તેમ મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]