
15 જૂન 2023એ દિલ્હી પોલીસે કુસ્તી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંઘ વિરુદ્ધ કલમ 354 (અત્યાચાર કરવાના ઈરાદાથી મહિલા પર હુમલો), 354-A (જાતીય સતામણી) 354 હેઠળ જાતીય હુમલાનો કેસ નોંધ્યો હતો. આ કેસમાં કલમ -D (પીછો કરવો), અને કલમ 506 (ગુનાહિત ધમકી) હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
મહિલા કુસ્તીબાજો સાથે જોડાયેલા યૌન શોષણના મામલામાં પૂર્વ કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે બ્રિજ ભૂષણ સામે આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે. કૈસરગંજના બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કલમ 354, 506 અને અન્ય કલમો હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે. યૌન શોષણના આરોપોના કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસે જૂન 2023માં બ્રિજ ભૂષણ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
બ્રિજ ભૂષણ વિરુદ્ધ લગભગ 7 સાક્ષીઓ મળી આવ્યા છે. યૌન શોષણના કથિત સ્થળે તેમની હાજરીના પુરાવા પણ મળ્યા છે. ચાર્જશીટની પ્રથમ સુનાવણીમાં કોર્ટે તેમને સાંસદ – ધારાસભ્ય કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો હતો. આ સિવાય કોર્ટે દિલ્હી પોલીસને ચાર્જશીટની કોપી ફરિયાદ કરનાર કુસ્તીબાજોને આપવાનો આદેશ આપ્યો હતો.
પુખ્ત કુસ્તીબાજોના કેસમાં પોલીસે 1500 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં પોલીસે સીઆરપીસીની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ કુસ્તીબાજોએ આપેલા નિવેદનને ચાર્જશીટનો મુખ્ય આધાર ગણાવ્યો છે. પોલીસે કહ્યું કે જ્યાં પુખ્ત કુસ્તીબાજોએ તેમના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે ત્યાં આરોપીઓની હાજરીના પુરાવા મળ્યા છે.