
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં નેજા હેઠળ ગિરિમથક સાપુતારા ખાતે મિશન લાઈફ પર્યાવરણ બચાવો અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો….
પ્રાપ્ત વિગતો અનુસાર મિશન લાઈફ અંતર્ગત દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણની ચિંતા વ્યક્ત કરી વૃક્ષો બચાવો,વીજળી બચાવો,પાણી બચાવો,તથા પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ ભારતની નેમ વ્યક્ત કરી છે.ત્યારે ગુજરાતનાં છેવાડે આવેલ અને વનસંપદાથી ઘેરાયેલો ડાંગ જિલ્લાનું જનજીવન પ્રકૃતિ અને ઓર્ગેનિક ખેતી સાથે સંકળાયેલ છે.ત્યારે અહી મિશન લાઈફ કાર્યક્રમને કેમ કરીને ભુલાય.ડાંગ જિલ્લાનાં લોકોમાં અને ગિરિમથક સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓમાં પર્યાવરણ પ્રત્યે લગાવ બની રહે તથા આ પ્રવાસન સ્થળ સ્વચ્છ અને સુંદર બની રહે તે માટે આજરોજ દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ શામગહાન રેંજમાં લાગુ ગિરિમથક સાપુતારા ખાતે પ્રકૃતિનાં સંવર્ધન માટે મિશન લાઈફ કાર્યક્રમ યોજાયો હતો.મિશન લાઈફ કાર્યક્રમમાં ડાંગ દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્નાએ મિશન લાઈફ અંતર્ગત ડાંગ જિલ્લાનાં આદિવાસી સમાજની જીવન શૈલીને વર્ણવી હતી.અને ડાંગ જિલ્લો પ્રકૃતિનો ખજાનો હોવાનું જણાવી ડાંગ જિલ્લાનું જનજીવન તો વર્ષોથી જંગલ,જમીન અને જળ સાથે સંકળાયેલા હોય જેથી તેઓ પ્રકૃતિની બાળકની જેમ માવજત કરી રહ્યા છે.પરંતુ આજનાં લકઝરીયસ રોજીંદા જીવનમાં અમુક લોકો પર્યાવરણને ભૂલી જઈ પર્યાવરણને નુકશાન પોહચાડી રહ્યા છે.પ્રવાસન સ્થળ એવા સાપુતારા ખાતે હોટલીયરો પણ પ્રકૃતિ પ્રત્યે સજાગ બને અને હોટલોમાં બિનજરૂરી પ્લાસ્ટિક, વીજળી,પાણી અને ગંદકી ન કરી સ્વચ્છ તેમજ હરિયાળુ સાપુતારા બનાવે તેવો સંદેશો પાઠવ્યો હતો.જ્યારે ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીતે જણાવ્યુ હતુ કે દેશનાં વડાપ્રધાને આ કાર્યક્રમને 30 દિવસ માટે લોન્ચ કર્યો છે.જીવનનો અર્થ જ “જીવ” અને “વન”સાથે સંલગ્ન કરીએ તો સાર્થક જણાશે.આજે પર્યાવરણને વધુ પડતુ નુકશાનનાં પગલે ઋતુ ચક્રમાં પણ ફેરફારો જોવા મળી રહે છે.પર્યાવરણને નુકસાનનાં પગલે હાલમાં ઉનાળાની ઋતુમાં પણ કમોસમી વરસાદ વરસી જાય એ દુઃખદ બાબત છે.જેમ જેમ જંગલોમાં ઘટાડો થાય છે તેમ તેમ ઋતુમાં બદલાવ જોવા મળી રહ્યો છે.જેથી વનોનું સંરક્ષણ કરવુ જોઈએ.સાપુતારાનાં હોટલોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી કાગળનો ઉપયોગ કરવાની હિમાયત કરી હતી.લાઈફ મિશન અંતર્ગત સાપુતારા સહિત સમગ્ર ડાંગને સ્વચ્છ બનાવવુ જોઈએ તથા ડાંગવાસીઓએ પણ પોતાની જવાબદારી ગણી વનકર્મીઓને સંવર્ધન માટે સહકાર આપવો જોઈએ.આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક એવમ ડાંગનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે લાઈફ મિશન એટલે માનવીએ પર્યાવરણની સાથે પોતાની જીવન શૈલીને જોડવી જોઈએ.ડાંગનું જંગલ ખૂબ જ વખણાય છે.લોકો દૂર દુરથી ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્યને જોવા માટે આવે છે.ડાંગ જિલ્લામાં જંગલો બચશે તો જીવો બચશે અને સુંદરતા જળવાઈ રહેશે.જેથી સ્થાનિકોએ પણ પર્યાવરણ અંગે જાગૃતિ કેળવવી જોઈએ.પ્લાસ્ટિકને ગમે ત્યાં ન નાખી વનો પ્રત્યે ભાવના કેળવવી જોઈએ.ઉર્જાનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરો.પાણીનો પણ બચાવ કરવો જોઈએ.તથા સાપુતારાનાં જોવાલાયક સ્થળોએ હોટલીયરો, નોટીફાઈડ વિભાગ,અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ માટે નવી પહેલ હાથ ધરવી જોઈએ.સાપુતારામાં હરિયાળી હશે તો જ પ્રવાસીઓ આવશે અને સાપુતારા ખાતે પ્રકૃતિની જાળવણી કરી પ્રવાસીઓમાં વધારો થાય તેવી નેમ વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણને બચાવવા માટે ઉપસ્થિત સૌ કોઈએ પ્રતિજ્ઞા લીધી હતી.અને સાપુતારા ખાતે મિશન લાઈફ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ લેક ગાર્ડનમાં વિવિધ વૃક્ષોનું વૃક્ષારોપણ પણ કર્યુ હતુ.મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણનાં જતનનાં હેતુથી મહાનુભાવોએ લેકગાર્ડનથી સ્ટેપ ગાર્ડન સુધી રેલી યોજી પ્રવાસીઓમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો.શામગહાન રેંજનાં આર.એફ.ઓ ચિરાગભાઈ માછીએ સાપુતારા ખાતે યોજાયેલ મિશન લાઈફ કાર્યક્રમની રૂપરેખાનો ચિતાર આપી પર્યાવરણ અંગે માહિતગાર કર્યા હતા.અહી ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત,દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્ના, હોટલ એસો.સેક્રેટરી તુકારામભાઈ કર્ડિલે,શામગહાન રેંજ આર.એફ.ઓ ચિરાગભાઈ માછી, ગલકુંડ રેંજનાં આર.એફ.ઓ બી.ઓ.પરમાર,સાકરપાતળ રેંજનાં આર.એફ.ઓ મનીષભાઈ સોનવણે,ચીખલી રેંજનાં આર. એફ.ઓ સરસ્વતી ભોયા, સાપુતારા પી.એસ.આઈ કે.જે.નિરંજન, સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનાં અધિકારી અંકુર શાહ,નાયબ મામલતદાર બળવંતસિંહ રાઠવા,આગેવાનોમાં હીરાભાઈ રાઉત,અર્જુનભાઈ ગવળી સહિત હોટલ ઓનર્સનો સ્ટાફ,સ્પોર્ટ્સનાં વિદ્યાર્થીઓ અને વનકર્મીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..