
25 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
જેમાં ધોરણ 8 નાં તમામ બાળકો હાજર રહીને આ કાર્યક્રમ ને યાદગાર બનાવ્યો હતો..આ કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ ગવરા પ્રાથમિક શાળાના દરેક ગુરુજીઓ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા.ધોરણ આઠ પછી દરેક વિદ્યાર્થી ધોરણ નવ માં પ્રવેશ મેળવે અને વ્યસન મુક્ત રહી ખૂબ જ સારો અભ્યાસ કરી શાળા , કુટુંબ અને ગામનું નામ રોશન કરે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા ત્યારબાદ ધોરણ 8 ના વિદ્યાર્થીઓમાંથી શાળા અને ગુરુજીઓ વિશેના પ્રતિભાવો આપવામાં આવ્યા ધોરણ 6 અને 7 ના વિદ્યાર્થીઓ દ્વારા એક વિદાય ગીત ગાવામાં આવ્યું.ગવરા પ્રાથમિક શાળાના ગુરુજીઓ કૃણાલભાઈ સોલંકી અને દિપેશભાઈ રાવલ દ્વારા શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું..
[wptube id="1252022"]



