હાલોલ:દાવડા ખાતે પૌરાણિક બળીયાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર અને નવીન શિવાલયનું ભૂમિ પૂજન સંતો મહંતો તેમજ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયું

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨.૯.૨૦૨૩
હાલોલ ના દાવડા વિસ્તાર માં આવેલા અને મોટા મહારાજ તરીકે ઓળખાતા બળિયા બાપજી ના વર્ષો જુના મંદિર ના જીર્ણોદ્ધાર અને નવીન શિવાલય ના બાંધકામ નું ભૂમિપૂજન આજે કનજરી રામજી મંદિર ના મહંત પ.પૂ. શ્રી રામશરણદાસજી મહારાજ તથા વલ્લભકુળ ના વંશજ પ.પુ. ગૌસ્વામી ૧૦૮ શ્રી પંકજકુમાર મહારાજ ના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર થી કરવામાં આવ્યું.આ પ્રસંગે અનેક સાધુ સંતો હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર અને અગ્રણીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર દ્વારા નવા બનનાર શિવાલય ના પાયામાં સંતો દ્વારા ઈંટ મુકવામાં આવી હતી.હાલોલ ના દાવડા વિસ્તાર માં આવેલા અંદાજીત દોઢસો જેટલા વર્ષ જુના અને મોટા મહારાજ તરીકે ઓળખાતા બળિયા દેવ મંદિર ના જીર્ણોદ્ધાર તથા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનું નવ નિર્માણ કાર્ય બળિયાદેવ મંદિર મહાદેવ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવતા આજે નવા મંદિર ના નિર્માણ નું ભૂમિ પૂજન વૈદિક મંત્રોચ્ચાર અને પૂજા કરી કરવામાં આવ્યું હતું. કણજરી રામજી મંદિર ના મહંત પ.પૂ. શ્રી રામશરણદાસજી મહારાજ તથા વલ્લભ કુળના વંશજ પ.પુ. ગૌસ્વામી ૧૦૮ શ્રી પંકજ મહારાજે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પાયા માં ઈન્ટ મૂકી ભૂમિપૂજન કર્યું હતું.આ પ્રસંગે હાલોલનાં ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મોટા મહારાજ ના જુના મંદિર ના જીર્ણોદ્ધાર તથા નવા શિવ મંદિરના ભૂમિપૂજન ના સાક્ષી બન્યા હતા.










