GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના બાકરોલ પાસે બાઇકને અન્ય બાઇકે ટક્કર મારતા ઈજાગ્રસ્ત મહિલાનુ સારવાર દરમ્યાન મોત

તારીખ ૧૬/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના રતનપુર ગામ મા રહેતા રાજકુમાર અરવિંદભાઈ રાઠોડ દ્વારા આવેલી ફરિયાદ ની વિગતો જોતા ગત તા ૧૨/૦૪ ના રોજ બપોરના સુમારે તેઓના ગામના જ્યોત્સનાબેન ભારતસિંહ પરમાર ઉ વ ૪૪ આવ્યા હતા અને તેઓના પતી બેંક ઓફ બરોડામાં ગયા હોવાથી તેઓને બોલાવે છે જેથી તમે અમારું સ્કૂટર લઈને મને કાલોલ બેન્કમાં મૂકવા આવો તેમ જણાવતા તેઓ સ્કૂટર ઉપર કાલોલ જવા નીકળ્યા હતા તે સમયે બાકરોલ ગામના ઈલેક્ટ્રીક ડીપી પાસે બપોરના દોઢેક વાગ્યાના સુમારે એક પલ્સર મોટરસાયકલ ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે પોતાની મોટરસાયકલ હંકારીને તેઓની મોટરસાયકલને અકસ્માત કરતા પાછળ બેઠેલા જ્યોત્સનાબેન નીચે પડી ગયા હતા તેઓને માથાના પાછળના ભાગે તથા મોઢા ના ભાગે અને નાકના ભાગે ઈજાઓ થઈ હતી અકસ્માત કર્યા બાદ પલ્સર ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હતો.જ્યોત્સનાબેનને કાલોલ હોસ્પિટલ તથા ત્યારબાદ હાલોલ ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે ગત તા ૧૪/૦૪ ના રોજ વડોદરા એસએસજી હોસ્પિટલના આઈસીયુ યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમ્યાન તા ૧૬/૦૪ ના રોજ ૦૦/૫ કલાકે ફરજ પરના તબીબોએ જ્યોત્સના બેનને મરણ પામેલા જાહેર કરેલા જે બાબતની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે નાસી છૂટેલા પ્લસર મોટરસાયકલ ચાલકને રજીસ્ટ્રેશન નંબર આધારે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ પીએસઆઇ એલ એ પરમાર દ્વારા શરૂ કરવામાં આવી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button