GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સ્થિત દશાલાડ વાડી ખાતે દશાલાડ જ્ઞાતિ નો સ્નેહ મિલન અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો.

તારીખ ૦૪/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ દશાલાડ જ્ઞાતિ સમસ્ત નો વાર્ષિક ઈનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહ દશાલાડ વાડી ખાતે શનિવારે સાંજે યોજાયો હતો જેમા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, ઈનામ પાત્ર વિધાર્થીઓ વાલીઓ હાજર રહ્યા હતા. ચાલુ વર્ષે જ્ઞાતી ના કુલ ત્રણ વિધાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા હતા ઈજનેર ક્ષેત્રે સ્નાતકની પદવી મેળવનાર વિધાર્થીઓ હાજર રહ્યા હતા જ્ઞાતિ પ્રમુખ શશીકાંતભાઇ પરીખ, ઉપપ્રમુખ વિરેન્દ્રભાઇ મહેતા, મંત્રી જીતેન્દ્રભાઇ ગાંધી અને જીજ્ઞેશભાઇ શાહ તેમજ કરોબારી સભ્યો હાજર રહ્યા હતા જ્ઞાતી પ્રમુખ દ્વારા શિક્ષણ નુ મહત્વ સમજાવી તમામ ઈનામને પાત્ર વિધાર્થીઓ ને અભીનંદન આપ્યા હતા મુખ્ય મહેમાન તરીકે આર એમ મહેતા, નવીનભાઈ પરીખ,રમણભાઈ મહેતા,શશીકાંતભાઇ ગાંધી, પ્રકાશભાઇ ગાંધી ઉપસ્થીત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button