
હિંમતનગર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની અધ્યક્ષતામાં “શિક્ષક ગરિમા શિબિર ” યોજાઈ
*******************
સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી હર્ષદભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર અને સાબરકાંઠા ગાયત્રી પરીવારના ઉપક્રમે શિક્ષક ગરીમા શિબિર હિંમતનગરના કાંકણોલ ખાતે યોજાઇ હતી.
આ કાર્યક્રમમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારીશ્રી હર્ષદભાઇ ચૌધરીએ જણાવ્યુ હતુ કે ભારતીય સંસ્કૃતિ વિષયમાં વિદ્યાર્થીઓ વધુ રસ લઈ શ્રેષ્ઠ સંસ્કારવાન જીવન સાર્થક કરે તેવા પ્રયાસ કરવા સંકલ્પિત થઈ સહયોગી થવુ જોઇએ.ગાયત્રી પરિવારના મુખ્યાલય શાન્તિકુંજ, હરિદ્વાર દ્વારા વર્ષ ૨૦૦૧થી ભારતભરમાં રર રાજ્યોમાં કુલ ૧૧ અલગ અલગ ભાષાઓમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષાનું આયોજન કરવામાં આવે છે.
આ શિબિરમાં શાન્તિકુંજથી આદ.ચક્રધારી થપાલિયાજી,આદ.શૈલેન્દ્રજી, જિલ્લા આયોજન અધિકારીશ્રી પંચોલી , સંયોજકશ્રી જયદેવભાઈ સુથારે, વિવિધ સંયોજકશ્રી કિરિટભાઈ સોની,જયેશભાઈ બારોટ, હરેશભાઈ કંસારા, કુમુદભાઈ પટેલ સહિત શિક્ષકો- શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા