રામદેવડા(રણુજા)નાં શ્રદ્ધાળુ માટે નવીન બસ શરૂ કરવા કાલોલ ધારાસભ્યએ ગૃહ વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખ્યો.
તારીખ ૨૬/૭/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત રાજયના પંચમહાલ જિલ્લામાંથી રાજસ્થાનનાં પોકરણ તાલુકાના રામદેવડા (રણુજા) માં આવેલા રામદેવપીરના સ્થાનિક ખાતે બાબા રામદેવે પીરના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ જતા હોય છે. જેમાં પંચમહાલ જિલ્લાના કાલોલ અને ઘોઘંબા તાલુકાનાં પણ હજારો ભાવિ ભક્તો દર્શન કરવા માટે જતા હોય છે.જેમાં આ બંને તાલુકાના શ્રદ્ધાળુઓનો ખર્ચ વધી જતો હોય છે. જે સામાન્ય પ્રજાને પરવડે તેમ નથી.જેથી ઘોંઘબા,વાયા ગુંદી,અડાદરા,કાલોલ,વેજલપુર માર્ગને જોડતાં રૂટ પર નવીન બસ સુવિધા શરૂ કરવામાં આવે તે માટે રાજસ્થાન સરકારને પત્ર વ્યવહાર કરવા ગૃહ,વાહન વ્યવહાર મંત્રી ને પત્ર લખ્યો.૧૨૭- કાલોલ વિધાનસભા નાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ એ ગૃહ,વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને ૨૫ જુલાઈ નાં રોજ એક પત્ર લખી જણાવેલ કે ગૃહ,વાહન વ્યવહાર મંત્રી,ગાંધીનગર ખાતેથી રાજસ્થાન સરકારને પત્ર વ્યવહાર કરી અને બે રાજ્ય વચ્ચેની નવી બસ વ્યવસ્થા શરૂ થાય તે માટે ની જરૂરી કાર્યવાહી કરવા માટે ખાસ અંગત ભલામણ પત્ર દ્વારા કરી છે.