TANKARA:ટંકારા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અંતર્ગત આવાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી.

TANKARA:ટંકારા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અંતર્ગત આવાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી.
પંચાયત ક્ચેરી – ટંકારા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અંતર્ગત આવાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત ૧૦૦% આવાસો પૂર્ણ થયેલા ગામોનાં સરપંચશ્રીઓ (૧) મહેન્દ્રપુર સરપંચશ્રી, (૨) લખધીરગઢ સરપંચશ્રી, (૩) વાધગઢ સરપંચશ્રી, (૪) નેસડા(સુ) સરપંચશ્રીનું તાલુકા પંચાયત ટંકારા વતી સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. તેમજ જુદા જુદા ગામોનાં પ(પાંય) લાભાર્થીઓને યાવીરૂપ પ્રતિકૃતિ આપી ગૃહપ્રવેશ કરવામાં આવ્યો. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ વસંતભાઈ માંડવીયા, ઉપપ્રમુખ પ્રતિનિધિ ભાવિનભાઈ સેજપાલ તાલુકા વિકાસ અધિકારીશ્રી રાવલ સાહેબ તેમજ જુદા જુદા ગામનાં સરપંચશ્રીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. આ તકે કાર્યક્રમને અનુરૂપ વિસ્તરણ અધિકારી (આઇઆઇડી.) શ્તીનભાઇ ચાવડાએ શાબ્દિક સ્વાગત કરેલ હતું. કાર્યક્રમ પૂર્ણ થયે આ કાર્યક્રમમાં પધારેલ તમામ પ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ, લાભાર્થીઓની આભારવિધિ જયદિપભાઇ પટેલએ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો.