AMRELIJAFRABAD

અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ચૂંટણી ફરજ દરમિયાન શિક્ષિકાનું મોત

લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત આજે રાજ્યની 25 લોકસભા બેઠકો અને 5 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન વચ્ચે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ચૂંટણી ફરજ દરમિયાન શિક્ષિકાનું મોત થયું છે. આ અંગે મળતી માહિતી અનુસાર જાફરાબાદની સાગર પ્રાથમિક શાળાના મતદાન મથકમાં ચૂંટણી ફરજ દરમિયાન શિક્ષિકા મતદાન મથકમાં ઢળી પડ્યાં હતા. આ શિક્ષિકાનું મૃત્યુ હાર્ટ એટેકથી આવ્યું હોવાનું અનુમાન છે. પોલીસ મતદાન મથકે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button