GUJARATJUNAGADHKESHOD

મેંદરડા તાલુકાના ડેડકિયાળી ખાતે આવેલ કનડા ડુંગર પર આવેલ મહિયા ક્ષત્રિય સમાજના 84 વીરશહિદોની સમાધિ સ્થળે હવન યજ્ઞ યોજાયો

મેંદરડાના ડેડકિયાળી ખાતે આવેલ કનડા ડુંગર પર મહિયા ક્ષત્રિયો ઈસ. ૧૮૮૩ ને ૨૮ મી જાન્યુઆરી ના દિવસે મહિયા ક્ષત્રિયોએ હસતાં મુખે શહિદી વહોરી છે.  મેંદરડા ગીર ના ડેડકિયાળી ગામના સીમાડે કનડા ડુંગર પર મહિયા ની ૮૪ રણખાંભી ઓ બાળ યોદ્ધા ત્રણ ભાઈ બહેન ના બલિદાન ની સાક્ષી પુરે છે આજ રોજ ગેલાણી બાબરીયા પરિવાર દ્વારા એક મહાકાય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું દરેક ગામના મહિયા ક્ષત્રિય સમાજના લોકો દર્શનાથે આવે છે ૧૩૫ વર્ષ પહેલા ૩૫૦ મહિયાઓ આ ડુંગર પર નવાબ સામે સત્યાગ્રહ પર બેઠેલા જેમાં નવાબના સૈનિકોએ દગો કરીને આડેઘડ તોપ માંડી ને મહિયા ઓને કતલે આમ કર્યા હતા આજે દરેક ગામના મહિયા યુવાનો દ્વારા મહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગેલાણી બાબરીયા પરિવાર બહોળી સંખ્યામાં ભાઈ – બહેન ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

 

[wptube id="1252022"]
Back to top button