
6 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શાળા માં વિદ્યાર્થિઓએ બેલેટ પેપર અને ઇવીએમ દ્વારા મતદાન કર્યું હતું.શ્રી શક્તિ વિદ્યાલયનાં બાળકો લોકશાહીનું મહત્વ સમજે તેવા ઉમદા હેતુથી શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાથીઓએ મતદાન કરી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓમાં લોકશાહીના ગુણોનો વિકાસ થાય અને લોક પ્રતિનિધિત્વ કરી લોકસેવાની ભાવના કેળવાય તે હેતુથી શક્તિ વિદ્યાલયમાં શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી.શક્તિ વિદ્યાલયના પ્રિન્સિપાલ વીરેન્દ્ર લીંબાચીયાએ જણાવ્યું હતું કે આજે અમારી સ્કૂલમાં શાળા પંચાયતની ચુંટણી યોજાઇ છે.જેમાં ધો-1 થી 4 ના બાળકો માટે બેલેટ પેપરની વ્યવસ્થા કરાઈ હતી. જ્યારે ધો-5 થી 8 ના બાળકો માટે ઇવીએમની વ્યવસ્થા કરવામાં આવી હતી.શાળાના બાળકોએ પણ ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરી ચૂંટણી પ્રક્રિયાથી અવગત થયા હતા.