
તા.૨૪/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: મતદાન એ આપણી ફરજ અને અધિકાર છે. લોકશાહીને મજબૂત બનાવવા મતદાન માટે લોકો પ્રેરાય તે માટે અનેકવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોમાં વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ પ્રેરણા પુરી પાડી રહ્યું છે. જામકંડોરણા પેટ્રોલિયમ એસોસિએશન હેઠળના પેટ્રોલ પંપ પર તા. ૭ મે ના મતદાન દિવસે મતદાન કરનાર મતદાતાને ઓઈલની ખરીદી પર ૭ ટકા ની છૂટ આપવાની જાહેરાત જામકંડોરણા પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.

મતદાતા મતદાન કર્યાનું આંગળી પર નિશાન બતાવી ઓઈલની ખરીદી પર ૭ ટકા છુટનો લાભ મેળવી શકશે તેમ એસોસિએશનની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








