GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો, ૨૧ જેટલા નોકરી દાતા, ૩૫૦થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો

તા.૩/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જીલ્લા રોજગાર વિનિમય કચેરી, દ્વારા ધારાસભ્ય ડૉ દર્શિતા શાહની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરીયમ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો, જેમાં રાજકોટ જીલ્લાના અગ્રગણ્ય ૨૧ જેટલાં એકમોની સહભાગિતાથી ૩૫૦થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો.

ધારાસભ્ય ડૉ દર્શિતા શાહે રોજગાર ભરતી મેળામાં સહભાગી યુવાન ભાઈઓ બહેનોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યુવાનોને પ્રોત્સાહન આપતી યોજનાઓનો ચિતાર આપી ઉજ્જવળ કારકિર્દી ઘડવાનો રોડ મેપ આપ્યો હતો.

કાર્યક્રમના અધ્યક્ષ તરીકે અગ્રણી ડૉ ભરતભાઈ બોઘરાએ યુવાનો સમક્ષ ખાનગી ક્ષેત્રમાં શૂન્યમાંથી સર્જન કરવાનો જાત અનુભવ રજૂ કરી યુવાધનને દૂષણોથી દૂર રહી ખંતપૂર્વક ઉદ્યોગ સાહસિકતા તરફ આગળ વધવા આહવાન કરી પ્રોત્સાહિત કર્યા હતાં.

રોજગાર ભરતી મેળામાં મેયરશ્રી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ દોશી, ડે.મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીન ભાઈ ઠાકર, રાજકોટ મનપા નેતા શાસક પક્ષશ્રી લીલાબેન જાદવ, દંડક શ્રી મનીષભાઈ રાડિયા, શહેર ભાજપ મહામંત્રી ડૉ માધવ દવે, અગ્રણીઓ સર્વેશ્રી જીતુભાઈ બેનાણી, પ્રફુલભાઈ અડવાણી, પ્રણયભાઈ વિરાણી, ગુણુભાઈ ડેલાવાળા, કોર્પોરેટરશ્રીઓએ હાજર રહી સૌ રોજગાર વાંચ્છુ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]
Back to top button