HALOLPANCHMAHAL

હાલોલ નગરમાં રખડતા શ્વાનનો આતંક,ચાર થી પાંચ શ્વાને નાના બાળક પર કર્યો હુમલો

તા.૫.એપ્રિલ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગર ખાતે રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો હતો.શ્વાન નાં ટોળાએ ઘર ની બહાર આંગણામાં રમતા નાનકડા બાળક ઉપર હુમલો કરતાં નાનકડું બાળક રડતા રડતા બૂમો પાડતા લોકો દોડી આવી શ્વાન નાં હુમલાથી બાળકને બચાવી લીધો હતો.જોકે ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યો છે.હાલોલ નગર ખાતે રખડતા ઢોરોનો ત્રાસ તો અવિરત હજુ પણ ચાલી રહ્યો છે તેમાં પણ સાથે સાથે હાલોલ નગર ખાતે રખડતા શ્વાન નો પણ આતંક જોવા મળી રહ્યો છે.જેમાં ગતરોજ હાલોલ નગરનાં બસ્ટેન્ડ ની સામે આવેલ રેહનાક વિસ્તારમાં એક ત્રનેક વર્ષનો બાળક પોતાના ઘરના આંગણામાં રમતો હતો ત્યારે આ વિસ્તારમાં રખડતા ચાર થી પાંચ શ્વાન નાં ટોળાંએ અચાનક આ બાળક પર હુમલો કરી બચકા ભર્યા હતા. જેને લઇ બાળકે રડતા રડતા બૂમો પાડતા લોકો દોડી આવ્યા હતા અને આ શ્વાન નાં ટોળામાંથી બચાવ્યો હતો.શ્વાન નાં ટોળાએ નાના બાળકને ઇજાઓ પહોંચાડતા તેને તાત્કાલિક સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો.જ્યારે નગરજનોમાં ફફડાટ પણ ફેલાઈ જવા પામ્યો છે.જ્યારે નગરમાં રખડતા શ્વાનનો પણ ત્રાસ જોવા મળી રહ્યો છે.

[wptube id="1252022"]
Back to top button