HALOLPANCHMAHAL

પાવાગઢ:-ગણેશ ગેસ્ટહાઉસના સંચાલકે મુસાફરોની નોંધણી નહી કરતા જિલ્લા SOJ પોલીસે કાર્યવાહી કરી.

તા.૧.ફેબ્રુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

યાત્રાધામ પાવાગઢ ની તળેટી માં આવેલા ગેસ્ટ હાઉસ અને હોટલો માં ગોધરા એસઓજી દ્વારા સઘન ચેકીંગ હાથ ધરતા એક ગેસ્ટ હાઉસ નાં સંચાલકે સોફ્ટેરમાં મુસાફરોની એન્ટ્રી નહિ કરી જાહેર નામાંનો ભગ કરવા બદલ કાયદેરસરની કાર્યવાહી હાથ ધરતાં પાવાગઢ ની તળેટી માં આવેલ ગેસ્ટ હાઉસ તેમજ હોટલ નાં સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક નાં સૂચના અને માર્ગદર્શન હેઠળ ગોધરા એસઓજી ની ટીમે યાત્રાધામ પાવાગઢ ની તળેટી માં આવેલ તમામ હોટલો તથા ગેસ્ટ હાઉસમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં પથીક સોફ્ટેરનો નિયમિત રીતે ઉપયોગ રોકાણ કરનારની તે સોફ્ટેરમાં એન્ટ્રી કરવામાં આવી છે કે કેમ એ બાબતનું ચેકીંગ કરતા પાવાગઢમાં આવેલ ગણેશ ગેસ્ટ હાઉસ માં મુસાફરોની વિગત દર્શાવતા રજિસ્ટરમાં કરેલી એન્ટ્રી નો તે સોફ્ટેરમાં એન્ટ્રી કરવામાં આવી ન હતી.જેને લઈ ગેસ્ટ હાઉસ નાં સંચાલકે જાહેર નામાંનો ભગ કર્યો હોવાથી ગોધરા એસઓજી પોલીસે ગેસ્ટ હાઉસ નાં સંચાલક સામે પાવાગઢ પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button