કાલોલ તાલુકાની કાનોડ નાની પીંગળી પ્રા.શાળામા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

તારીખ ૧૫ જૂન
વાત્સલ્યમ્ સમચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની કાનોડ સીઆરસીની નાની પીંગળી પ્રા.શાળામા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ યોજવામાં આવ્યો હતો જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક અરવિંદભાઈ સેલોતે કર્યું હતું.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉમેશભાઈ પરમાર સાહેબ(સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પંચ.)લાયઝન તરીકે પધારેલ સોમાભાઈ રોહિત સાહેબ(સ્પે.શિક્ષક.દિવ્યાંગ બાળકો)તથા દાતાશ્રી મનોજભાઈ દેસાઇ (ડેરોલ સ્ટે.)તથા આંગણવાડી કાર્યકરો ,આરોગ્ય ટીમ તથા એસ એમ સી સમિતિના સભ્યો,મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામજનો માતાઓ-બહેનો તથા ડેકોરેશન-સાઉન્ડ સિસ્ટમ ટીમ અને શાળાના આચાર્ય શિક્ષકગણ તેમજ શાળાના બાળકો ના સહકારથી આજનો કાર્યક્રમ સંપૂર્ણ સફળ રહ્યો.પા પા પગલી માંડતા ભૂલકાઓ અને શાળાના બાળકો તેમજ વાલીઓ અને શિક્ષકો માટે કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન મુખ્ય મહેમાન અને એસએમસી સભ્ય શિક્ષણવિદ દ્વારા કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ દાતા મનોજભાઈ દેસાઈના હસ્તે બાળકોને નોટબુક્સ ,પેન-પેન્સિલ ભેટ આપી હતી.તેમજ શાળા વતી ગત વાર્ષિક પરીક્ષામાં ધોરણ એકથી પાંચમા પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબરે પાસ થનાર બાળકોને કંપાસ બોક્સ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.અંતમાં શાળા વ્યવસ્થાપન સમિતિ અને શાળા પરિવાર વતી શાળાના આ.શિ.અરવિંદભાઈ સેલોત દ્વારા સૌનો દિલથી આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.









