તા.૧/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
ગુજરાત સરકારશ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હેઠળ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા નિવૃત રમતવીરોને રમત ગમત ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો હોય તેવા નિવૃત રમતવીરોને પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જે મુજબ ગુજરાતના વતની હોય અને ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નિવૃત રમતવીરોને પેન્શન મેળવવા માટે અરજી કરી શકશે. પોતાની કારકિર્દી દરમ્યાન રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રકક્ષાએ અને આંતર રાષ્ટ્રીયકક્ષાએ વ્યકતિગત કે સાંધીક રમતમાં ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવેલ હોય અથવા રાજય કે રાષ્ટ્રની ટીમના સભ્ય હોય તેવા રમતવીરોને પેન્શન મેળવવાને પાત્ર ગણવામાં આવશે. સરકારશ્રીમાં ફરજ બજાવી નિવૃત થયેલ હોય તથા અન્ય જગ્યાએથી જો નાણાકીય લાભ મેળવતા હોય તો તેઓશ્રીને આ યોજનાનો લાભ લઈ શકેશે નહીં. દિવ્યાંગ ખેલાડીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે. પાત્રતા ધરાવતા રમતવીરની આવકની કોઇ મર્યાદા વગર માસિક રૂ. ૩૦૦૦- (અંકે રૂપીયા ત્રણ હજાર પુરા)ની રકમ ચુકવવામાં આવશે. આ યોજના હેઠળ પેન્શન મેળવવા ઇચ્છતા રાજકોટ જિલ્લામાં રહેતા નિવૃત રમતવીરોએ નિયત નમુનાનું અરજી ફોર્મ જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, રાજકોટ, ૭૩ બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતેથી મેળવી સંપુર્ણ વિગત સાથે બે નકલમાં તા. ૧૫.૦૯.૨૦૨૩ સુધીમાં મોકલી આપવાનું રહેશે. ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. આ યોજનાની વધુ માહીતી માટે ૦૨૮૧-૨૪૪૭૦૮૦ અથવા વી.પી. જાડેજા,જિલ્લા રમતગમત અધિકારી, રાજકોટ મો.નં. ૯૬૮૭૬૬૮૬૩૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.








