GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ની કાશીમાબાદ સોસાયટીમાં પરપ્રાંતીય ને મકાન ભાડે આપી સ્થાનિક પોલીસને જાણ નહીં કરતા પોલીસની કાર્યવાહી

તારીખ ૧૨/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમા પરપ્રાંતીય ઈસમો ને ભાડે મકાન આપી સમયસર જાણ નહી કરનાર મકાન માલીક સામે કાયદા અનુસાર કાર્યવાહી કરવા માટે તપાસ કરતા કાશીમાબાદ સોસાયટી મા એક મકાન પાસે ઉભેલ ઈસમ ને પુછતા તે પોતે રાજસ્થાન નો હોવાનુ અને છેલ્લા નવ મહીના થી આ સોસાયટીમાં રહિશભાઈ અબ્દુલભાઈ શેખ ના મકાનમા રૂ ૪૦૦૦/ ના માસીક ભાડાથી રહે છે તેવી હકીકત જણાવેલ મકાન માલિકે આ બાબતની કોઇ નોધણી પોલીસ મથકે કરાવી નથી અને કોઇ આઈડી પ્રૂફ પણ લીધેલ નથી જેથી પોલીસે જીલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામા ભંગ બદલ મકાન માલીક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]









