કાલોલ ખાતે પરપ્રાંતીય ઈસમને મકાન ભાડે આપી પોલીસને જાણ નહી કરતા મકાન માલીક સામે કાર્યવાહી

તારીખ ૧૨/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટાફ કાલોલ ટાઉન પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને જાણવા મળેલ કે કાલોલ આશીયાના સોસાયટી વિસ્તારમાં કેટલાક પરપ્રાંતીય ઈસમો મકાન ભાડે રાખીને રહે છે અને આ મકાન માલિકો સમય મર્યાદામાં સ્થાનિક પોલીસને જાણ કરતા નથી જે બાબતે કાલોલ પોલીસ સ્ટાફ દ્વારા પંચો રૂબરૂ તપાસ કરતા રીન્કેશકુમાર શંભુકુમાર ગુપ્તા નામના મૂળ ઉત્તર પ્રદેશના ઈસમની પૂછપરછ કરતા તે કાલોલ આશીયાના સોસાયટી ખાતે નાશીરખાન નવાબખાન પઠાણ ના મકાનમાં છેલ્લા છ માસથી માસિક રૂપિયા ૨૫૦૦/ ના ભાડેથી રહેતો હોવાનું જણાવેલ મકાન માલિકે તેની પાસેથી આધાર કાર્ડ કે અન્ય કોઈ દસ્તાવેજ મેળવ્યા નથી મકાન ભાડા અંગે તેઓએ સ્થાનિક પોલીસને કોઈ જાણ કરેલ નથી અને આમ કરીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરેલ હોય પોલીસ દ્વારા નાશીરખાન નવાબખાન પઠાણ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.










