પતિની ગેરહાજરીમાં જેઠ દ્વારા જાતીય હેરાનગતિમાં અભયમ ગોધરા ટીમે મદદ પહોંચાડી

ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નજીકના ગામમાંથી પીડીતાનો 181 મહિલા હેલ્પલાઇન કોલ આવેલ કે તેમના પતિની ગેરહાજરીમાં તેમના જેઠ તેમના પર ખરાબ નજર નાખે છે અને મોબાઈલ ઉપર ખોટા ખોટા મેસેજ મોકલી તારે અન્ય પુરુષ સાથે સંબંધ છે તેવા આક્ષેપ લગાવી હેરાન કરે છે જેમાં મદદની જરૂર હોય રરેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. પીડિતાએ પોતાની આપવીતી જણાવી કે મારા પતિ ઘરે હાજર ન હોય તે સમય દરમિયાન મારા જેઠ નશો કરીને ઘરે આવી અને હું બાળકો સાથે એકલી હોય તો ખરાબ નજર નાખે છે મોબાઈલ ઉપર ખોટા ખોટા મેસેજ મોકલે છે અને તારે અન્ય પુરુષો સાથે સંબંધ છે તે સમાજમાં કલંક લગાવ્યું છે તેવું કરી ઝઘડા કરે છે જેઠ દ્વારા બિભતસા હદ ઓળંગતા આવા વર્તનથી ગભરાયેલ પીડીતાયે તાત્કાલિક મદદ માટે 181 હેલ્પલાઇન માં કોલ કરેલ અભયમ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી જે પહેલા તેમના જેઠ સ્થળ પરથી ફરાર થઈ ગયેલ. ગભરાયેલ પીડીતાને અભયમ ટીમ દ્વારા આશ્વાસન આપેલ અને આવા સમયે કઈ રીતે પોતાની જાતને બચાવવી તેવિશે સેફટી પ્લાન સમજાવેલ. પીડિતાને ડર હતો કે તેમના પતિની ઘેર હાજરીમાં તેમના જેઠ તેમના પર ખરાબ નજર નાખે છે ખોટા ખોટા મેસેજ મોકલે છે તો ગમે તે સમયે તેમની એકલતાનો લાભ ઉઠાવી તેમની સાથે ખરાબ વર્તન કરે તો તેમને એકલા ઘરે રહેવામાં જોખમ રહેલ છે તેમને કાયમી રક્ષણ મળી રહે તેવું જણાવતા અને આ રીતે મહિલાની હેરાનગતિ કરવા બદલ યોગ્ય સજા મળી રહે તે માટે તેમને શહેરા પોલીસ સ્ટેશનમાં અરજી અપાવેલ છે આગળની તપાસ પોલીસ કાર્યવાહી હેઠળ છે પોતાને સમયસર મદદ પહોંચાડવા બદલ નો આભાર વ્યક્ત કર્યો.