GUJARATMULISAYLASURENDRANAGARWADHAWAN

રાજ્ય સરકાર દ્વારા 45 ગામને પાણી આપવાની યોજના અંગે આપના આગેવાન રાજુભાઈ કરપડાએ પ્રતિક્રિયા આપી

તા.22/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈના પાણી મુદ્દે પાંચ તાલુકાના ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે ગામડે ગામડે રાત્રિ મીટીંગો થઈ રહી છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઈ રહ્યા છે ખરેખર સિંચાઈનું પાણી પહોંચાડવામાં વિલંબ થાય તો સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી ખેડૂતો દર્શાવી ચૂક્યા છે ત્યારે ખેડૂત સંગઠનથી ભીંસમાં આવેલ સરકાર દ્વારા ખેડૂત આંદોલનને તોડવા અને લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના મત મેળવવા 3 તાલુકાના 45 ગામમાં સિંચાઇના પાણી મુદ્દે વહીવટી મંજૂરીની વાતો કરી ચૂંટણીલક્ષી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે હાલ માહિતી વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં આવી તેમાં મૂળી, વઢવાણ અને ધાંગધ્રા તાલુકાના માત્ર 45 ગામમાં પાણી પહોંચાડવાની વહીવટી મંજૂરી મેળવી ધારાસભ્યો અને નેતાઓ એક બીજાની પીઠ થાબડી રહ્યા છે ત્યારે ખેડૂતોના ધારાસભ્યોને અમુક સવાલો છે ક્યારે વર્ક ઓર્ડર આપવામાં આવશે? કેટલા સમયમાં કામ પૂર્ણ થશે? હજુ નાણાકીય મંજૂરી મળી નથી અને એકબીજાની પીઠ થાબડવાનો મતલબ શું છે? વર્ક ઓર્ડર આપી દિધો હોય એવા કામો પણ વર્ષોથી લટકી રહ્યા છે તો આ કામની તો ખાલી વહીવટી મંજુરી જ મળી ખરેખર કામ પણ થશે ખરા? કલ્પસર યોજનાની વહીવટી મંજૂરી વર્ષો પહેલા મળી ગયેલ હોય દર વર્ષે બજેટની પણ ફાળવણી થતી હોય તેમ છતાં હજુ સુધી 10 ફૂટનું પણ કામ થયું નથી એવી જ રીતે સરદાર સરોવર ડેમથી 18,00,000 હેકટર કરતાં વધારે વિસ્તારને કમાન્ડ એરિયામાં સમાવેશ કરી વહીવટી મંજૂરી મળી ગયેલ નાણાકીય મંજૂરી પણ મળી ગયેલ હોય તેમ છતાં વર્ષોથી 6,45000 હેક્ટરમાં જમીનમાં હજુ સુધી પાણી પહોંચાડી શક્યા નથી તો અહીંયા પણ માત્ર વહીવટી મંજૂરી થી કેમ ખેડૂતો વિશ્વાસ મૂકી શકે? માની લઈએ કે કદાચ કામ થશે તો પણ સૌની યોજનાના અધિકારીઓ દ્વારા સર્વે થયો હતો એમાં દરેક ગામના માત્ર એક જ તળાવનો સમાવેશ કરવામાં આવ્યો છે જો એ મુજબ કામ થશે તો 45 ગામની પણ માત્ર 20% જમીનને જ સિંચાઇનો લાભ મળશે!
મુળી તાલુકાના વગડીયા પટ્ટાના ગામડામાં ક્યારે પાણી પહોંચશે? ચોટીલા, થાન અને સાયલાના ખેડૂતો ખેતી છોડી ભાગી રહ્યા છે ત્યાં પાણી ક્યારે પહોંચાડવામાં આવશે અને સૌથી મહત્વની વાત છે કે મૂળી, થાનગઢ, સાયલા, ચોટીલા, વઢવાણનાં દરેક ગામમાં પાણી નહિ પહોંચે ત્યાં સુધી ખેડૂતોની લડાઈ ચાલુ રહે છે અને તમામ ગામોમાં સિંચાઇનું પૂરતું પાણી પહોંચે ત્યારે ખેડૂત આગેવાનો સરકારનો આભાર વ્યક્ત કરશે પરંતુ માત્ર ચૂંટણી લક્ષી જાહેરાતો કરી ખેડૂત સંગઠનને ગુમરાહ કરવાના પ્રયાસ હાલ સરકાર કરી રહી છે જે ખૂબ દુઃખની વાત છે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા દ્વારા જણાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button