GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના મોટી પીંગળી ગામે નજીવી બાબતનાં ઝગડામાં મહિલાને માથાના ભાગે ઇજા પહોંચી

તારીખ ૨૮/૦૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મોટી પીંગળી ગામે નજીવી બાબતે એક મહિલાને ધક્કો મારી માથાના ભાગે ઇજા પહોંચાડનાર એક વ્યક્તિ સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના મોટી પીંગળી વાડીવાળુ ફળીયા ખાતે રહેતા જશોદાબેન અરવિંદભાઈ સોલંકીએ કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તાલુકાના પીંગળી વાડીવાળુ ફળીયા ખાતે ફરિયાદી જશોદાબેન ના નણંદ સજજનબેને ફળીયામાં કહેલ કે મારી રેતી કોણ બગાડે છે.તેમ કહેતા ફરીયાદી જશોદાબેનના ભત્રીજા અશોકે કહેલ કે તમારી રેતી કોઇ બગાડતુ નથી તેમ કહેતા આ કામના આરોપી કિરણસિંહ અભેસિંહ સોલંકીએ અશોકની સાથે બોલચાલ કરતા જશોદાબેન વચે પડતા કિરણસિંહ એ જશોદાબેન ખોટી મા બેન સમાણી ગાળો બોલી કહેતા હતા.કે તુ વચ્ચે કેમ બોલે છે તેમ કહી જશોદાબેન ને ગડદાપાટુનો માર મારી ધક્કો મારી દેતા નીચે પડી જતા માથાના પાછળના ભાગે તેમજ હાથે કાડાના ભાગે સાધારણ ઇજા કરી તેના હાથમા લાકડી રાખી ફરિયાદને જાનથી મારી નાખવાની ધમકી આપતા કાલોલ પોલીસે કિરણસિંહ અભેસિંહ સોલંકી સામે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button